Not Set/ રેસીપી/ આજે જ ઘરે બનાવો હેલ્ધી દાણા મેથી પાપડનું શાક

સામગ્રી- 50 ગ્રામ મેથી દાણા 2 પાપડ 2 ટેબલ સ્પૂન તેલ 1 ટીસ્પૂન લાલ મરી પાઉડર 1/4 ટીસ્પૂન જીરું 1 લીલા મરચાં 1/4 ટીસ્પૂન આમચૂર ચપટી ગરમ મસાલા ચપટી હીંગ મીઠું સ્વાદ પ્રમાણે બનાવવાની રીત પહેલા તો તેમે મેથી દાણાને 7-8 કલાક સુધી પલાળીને રાખો. ત્યાર પછી પાણી કાઢી લો. પાણી કાઢી લીધા બાદ કૂકરમાં […]

Uncategorized
Untitled 154 રેસીપી/ આજે જ ઘરે બનાવો હેલ્ધી દાણા મેથી પાપડનું શાક

સામગ્રી-

50 ગ્રામ મેથી દાણા

2 પાપડ

2 ટેબલ સ્પૂન તેલ

1 ટીસ્પૂન લાલ મરી પાઉડર

1/4 ટીસ્પૂન જીરું

1 લીલા મરચાં

1/4 ટીસ્પૂન આમચૂર

ચપટી ગરમ મસાલા

ચપટી હીંગ

મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની રીત

પહેલા તો તેમે મેથી દાણાને 7-8 કલાક સુધી પલાળીને રાખો. ત્યાર પછી પાણી કાઢી લો. પાણી કાઢી લીધા બાદ કૂકરમાં મેથી દાણા અને એક કપ પાણી નાખી એક સીટી વગાડીને ઉકાળી લો.

હવે મેથી દાણાને 2-3 વાર ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. હવે પાપડને શેકી લો.ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરો.ગર્મ તેલમાં હીંગ, જીરું અને મરચા નાખી વધાર કરો. ત્યારબાદ તેલમાં મેથી દાણા અને પાપડના નાના ટુકડા નાખી દો.

હવે ધીમા તાપ પર પાપડ અને મેથી દાણાને 5 મિનિટ સુધી ચલાવો. ત્યારબાદ તેમાં
મીઠુ, લાલ મરચા પાઉડર, આમચૂર પાઉડર અને ગરમ મસાલા નાખી સારી રીતે મિક્સ કરો.

પછી તેમાં 1 કપ પાણી નાખી 2 મિનિટ સુધી ઉકાળો. કોથમીરથી ગાર્નિશ કરો અને તાપ બંદ કરી નાખો. તૈયાર છે દાણા મેથી પાપડનું શાક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.