Not Set/ આજે જ ઘરે બનાવો સાલમ પાક

સામગ્રી 1 લિટર દૂધ 15 ગ્રામ સાલમ (પાઉડર) 200 ગ્રામ માવો 200 ગ્રામ ખાંડ 200 ગ્રામ ઘી દરેક વસ્તુ 25 ગ્રામ – બદામ, પિસ્તાં, ચારોળી, મગજતરી દરેક 1 ટેબલસ્પૂન – ધોળાં મરી, પીપર, સૂંઠ, ગંઠોડા, કાળી મૂસળી સફેદ મૂસળી, 1 ટીસ્પૂન એલચીનો 1/2 ટીસ્પૂન દરેક – કેસરની ભૂકી, જાવંત્રી, જાયફળ. સજાવટ માટે છોલેલી બદામની કતરી, […]

Uncategorized
salampak mahilagupshup આજે જ ઘરે બનાવો સાલમ પાક

સામગ્રી

1 લિટર દૂધ

15 ગ્રામ સાલમ (પાઉડર)

200 ગ્રામ માવો

200 ગ્રામ ખાંડ

200 ગ્રામ ઘી

દરેક વસ્તુ 25 ગ્રામ – બદામ, પિસ્તાં, ચારોળી, મગજતરી

દરેક 1 ટેબલસ્પૂન – ધોળાં મરી, પીપર, સૂંઠ, ગંઠોડા,

કાળી મૂસળી

સફેદ મૂસળી,

1 ટીસ્પૂન એલચીનો

1/2 ટીસ્પૂન દરેક – કેસરની ભૂકી, જાવંત્રી, જાયફળ.

સજાવટ માટે

છોલેલી બદામની કતરી, પિસ્તાની કતરી, ચારોળી

બનવાની રીત

પહેલા એક તપેલીમાં દૂધને ઊકળવા લો. તેમાં સાલમનો પાઉડર નાંખવો. પેણીમાં થોડું ઘી લઈ, તેમાં બદામ,પિસ્તાં,ચારોળી અને મગજતરીનો પાઉડર નાંખી, શેકાય એટલેઉ કળતા દૂધમાં નાંખવો.

ફરી ઘી મૂકી, બધું વસાણું શેકી ખાંડ દૂધમાં નાખવી.એ પછી દૂધમાં ખાંડ નાંખી, ઓગળે એટલે માવાને શેકી અંદર નાંખવો.

ઘટ્ટ થાય એટલે એલચી, કેસર, જાવંત્રી અને જાયફળનો ભૂકો નાંખી લોચા જેવું થાય અને ઘી ઉપર દેખાય એટલે ઉતારી, થાળીમાં ઘીલગાડી પાક ઠારી દેવો. ઠરે એટલે ઘીને ગરમ કરી નાંખવું. બદામની કતરી, પિસ્તાની કતરી અને ચારોળીથી સજાવટ કરવીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.