સામગ્રી
1 1/2 કપ ઝીણી સમારેલી પાલક
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
2 ટેબલસ્પૂન ચણાનો લોટ
1 1/2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ
1 ટીસ્પૂન તાજું લૉ-ફેટ દહીં
એક ચપટીભર હીંગ
1/2 ટીસ્પૂન સાકર
1 ટીસ્પૂન તેલ
મીઠું (સ્વાદાનુસાર)
પીરસવા માટે
લીલી ચટણી
બનાવાની રીત
એક ઊંડા બાઉલની અંદર બધી જ વસ્તુઓ ભેગી કરીને તેમાં પાણીનો ઉપયોગ કર્યા વગર તેને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના 8 સરખા ભાગ પાડી લો દરેક ભાગના ગોળ બોલ બનાવી લો.
એક 150 મી. મી. (6)ના વ્યાસની તેલ ચોપડેલી ગોળ થાળીમાં આ ડમ્પલીંગ ગોઠવી, થાળીને સ્ટીમરમાં મૂકી 7 થી 8 મિનિટ સુધી ડમ્પલીંગ બરોબર બફાઇને રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
તરત જ લીલી ચટણી સાથે પીરસો.