Not Set/ આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ

સામગ્રી 200 ગ્રામ વટાણા 100 ગ્રામ બટાકા 100 ગ્રામ ફ્લાવરના ફૂલ 500 ગ્રામ બાસમતી ચોખા (જૂના) 7 લીલાં મરચાં, કટકો આદું 50 ગ્રામ નાળિયેરનું ખમણ 25 ગ્રામ કાજુ (ઘીમાં સાંતળીને) 25 ગ્રામ દ્રાક્ષ (ઘીમાં સાંતળીને) 100 ગ્રામ ટામેટાં 2 ડુંગળી, 1 લીંબુ 1 ઝૂડી લીલા ધાણા મીઠું, હળદર, ખાંડ, ઘી, તજ, લવિંગ, મીઠા લીમડાનાં પાન […]

Uncategorized
aaam 9 આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ

સામગ્રી

200 ગ્રામ વટાણા

100 ગ્રામ બટાકા

100 ગ્રામ ફ્લાવરના ફૂલ

500 ગ્રામ બાસમતી ચોખા (જૂના)

7 લીલાં મરચાં, કટકો આદું

50 ગ્રામ નાળિયેરનું ખમણ

25 ગ્રામ કાજુ (ઘીમાં સાંતળીને)

25 ગ્રામ દ્રાક્ષ (ઘીમાં સાંતળીને)

100 ગ્રામ ટામેટાં

2 ડુંગળી, 1 લીંબુ

1 ઝૂડી લીલા ધાણા

મીઠું, હળદર, ખાંડ, ઘી, તજ, લવિંગ,

મીઠા લીમડાનાં પાન

સૂકો મસાલો

તજ, લવિંગ, એલચી, મરી, વરિયાળી, ધાણા, જીરુંને થોડા તેલમાં શેકવાં. ત્યારપછી ખાંડી, ચાળી લેવું. દરેક વસ્તુ થોડી થોડી લઈ 2 ચમચા તાજો ગરમ મસાલો બનાવવો.

બનવાની રીત

પહેલા તો એક તપેલીમાં ઘી ગરમા કરી તેમાં  તજ, લવિંગ અને મીઠા લીમડાનાં પાનનો વઘર કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું.

ડુગળી બદામી રંગ થાય એટલે લીલા વટાણા નાંખી સાંતળવા. પછી તેમાં ફ્લાવરના ફૂલના કટકા, છોલેલા બટાકાના કટકા અને ચોખાને ધોઈને સાધારણ સાંતળી, પ્રમાણસર પાણી નાંખવું.

પછી તેમાં મીઠું અને હળદર નાંખવાં. એક-બે ઊભરા આવે એટલે તાપ એકદમ ધીમો કરી દેવો. ભાત બફાય અને થોડું પાણી રહે એટલે તેમાં સૂકો ગરમ મસાલો, ખાંડ, વાટેલાં આદું-મરચાં, નાળિયેરનું ખમણ, કાજુના કટકા, દ્રાક્ષ અને ટામેટાંના નાના કટકા કરી, ઉપર ગોઠવી, સીઝવા મૂકવો.

બરાબર સિઝાઈને ખીલી જાય અને છૂટો થાય એટલે ઉતારી, લીંબુનો રસ, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.