Covid-19/ UK માં કોરોનાનાં નવા સ્ટ્રેનનો રેકોર્ડબ્રેક આતંક

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાએ તેનો કહેર બતાવ્યો છે. આ વાયરસે માનવજાતિને બતાવી દીધુ છે કે તે હજુ ક્યા છે….

World
zzas1 23 UK માં કોરોનાનાં નવા સ્ટ્રેનનો રેકોર્ડબ્રેક આતંક

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાએ તેનો કહેર બતાવ્યો છે. આ વાયરસે માનવજાતિને બતાવી દીધુ છે કે તે હજુ ક્યા છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ અહી લોકો ખૂબ ડરી ગયા છે. છેલ્લા 24 આંકડાની વાત કરીએ તો UK માં નવા સ્ટ્રેનનો રેકોર્ડબ્રેક આતંક જોવા મળ્યો છે.

Countries Ban Travel From U.K. in Race to Block New Covid-19 Strain - WSJ

આ આંક અત્યાર સુધીનો સર્વાધિક દૈનિક આંક હોવાનુ સામે આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, અહી છેલ્લા 24 કલાકમાં 41,400 નવા કેસ નોંધાયા છે. વળી છેલ્લા 24 કલાકમાં 357 લોકોનાં મોત થયા છે. હવે કુલ કેસનો આંક 23 લાખને પાર પહોંચી ગયો છે. યુકેમાં વાયરસનાં નવા સ્ટ્રેન મળ્યા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ભારત સહિત ઘણા દેશોએ અહીં ફ્લાઇટ્સ માટે પહેલેથી જ રોક લગાવી દીધી છે. વળી ફિનલેન્ડમાં પણ બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાનાં નવા સ્ટ્રેનનાં કિસ્સા નોંધાયા છે.

zzas1 24 UK માં કોરોનાનાં નવા સ્ટ્રેનનો રેકોર્ડબ્રેક આતંક

વળી બ્રિટનમાં વાયરસનું નવું સ્ટ્રેન સામે આવ્યા બાદ, પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અહી ટિયર-4 પ્રતિબંધ છે એટલે કે બિન-જરૂરી દુકાનો, મનોરંજન સુવિધાઓ સંપૂર્ણપણે બંધ છે. કેટલાક દેશોની માંગ છે કે મુસાફરી પર પ્રતિબંધ વધુ કડક બનાવવામાં આવે. યુકેનાં વૈજ્ઞાનિકોએ સરકારને અપીલ કરી છે કે દેશમાં લોકડાઉન લાદવામાં આવે.

New COVID-19 Strain: Contagious Mutation Reported in U.K. | Time

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો