Surat News: સુરત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પૂર્વ DEOની જાળસાજીપૂર્વક બનાવેલી સહીનો ઉપયોગ કરીને બંધ થઈ ગયેલી ખાનગી શાળાઓની ફાઇલોનો દુરુપયોગ કરી, નવી શાળાઓને માન્યતા અપાવવા માટે કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
DEO ની બોગસ સહી વાળો ઓર્ડર રજૂ કરાયો
આ સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ એક ત્રાહિત વ્યક્તિએ પૂર્વ DEOની બોગસ સહીવાળો એક ઓર્ડર રજૂ કરતાં થયો હતો. આ ઓર્ડર શંકાસ્પદ લાગતાં હાલના જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઑ) એ તેની ચકાસણી કરાવી, જેમાં ધાંધીયાનો સમગ્ર ખેલ ખુલ્લો પડ્યો હતો.આ ઘટના બાદ બંધ થઈ ગયેલી કે નિષ્ક્રિય ખાનગી શાળાઓની જૂની ફાઇલો શોધી કાઢવામાં આવી હતી.આપને જણાવી દઈએ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઑ) ની સહીની બોગસ નકલ કરીને નવા ઓર્ડર તૈયાર કરવામાં આવ્યા હતા.આ ઓર્ડરના આધારે નવી શાળાઓને ઝડપથી માન્યતા મેળવી આપવામાં આવી હતી.
જાણકારી અનુસાર એક જ ફાઇલનો ઉપયોગ અનેક શાળાઓ માટે કરીને લાખો-કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ,માહિતી અનુસાર આ રીતે 25થી વધુ શાળાઓના રેકોર્ડમાં છેડછાડ કરવામાં આવી હોવાની શક્યતા છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઑ) કચેરીમાં ફરજ બજાવતા ત્રણેય કર્મચારીઓની આ કૌભાંડ માં સીધી કે આડકતરી સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ કર્મચારીઓએ જ જૂની ફાઇલો ઉપલબ્ધ કરાવી હોવાનું અને બોગસ ઓર્ડર તૈયાર કરવામાં મદદ કરી હોવાનું અનુમાન છે.હાલના જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે તાત્કાલિક તપાસ સોપાઈ છે.
આ પણ વાંચો:સુરત SOGએ વરાછામાંથી 61 કિલો ગાંજો પકડી પાડ્યો, આરોપી વોન્ટેડ
આ પણ વાંચો:સુરત SOGને મળી સફળતા, લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો
આ પણ વાંચો:સુરત : વ્હેલ માછલીની ઉલટી સાથે SOGએ એક ઇસમની ધરપકડ કરી

