Not Set/ લાલ કપ્તાનનો ટીઝર થયો આઉટ, સૈફ અલી ખાન નિભાવશે નાગા સાધુનો રોલ

સૈફ અલી ખાન 16 ઓગષ્ટે તેનો 49 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે તેની આગામી ફિલ્મ લાલ કપ્તાનનું ટીઝર સામે આવ્યું છે. 36-સેકન્ડનાં આ ટીઝરમાં તે તેના ચહેરા પર ભભૂત લગાવતો નજર આવી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ ટીઝર સાથે જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. થોડા […]

Uncategorized
saif laal kaptaan લાલ કપ્તાનનો ટીઝર થયો આઉટ, સૈફ અલી ખાન નિભાવશે નાગા સાધુનો રોલ

સૈફ અલી ખાન 16 ઓગષ્ટે તેનો 49 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે તેની આગામી ફિલ્મ લાલ કપ્તાનનું ટીઝર સામે આવ્યું છે. 36-સેકન્ડનાં આ ટીઝરમાં તે તેના ચહેરા પર ભભૂત લગાવતો નજર આવી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ ટીઝર સાથે જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ બહાર આવ્યું હતું, જે ઘણુ દમદાર હતુ. આ ફિલ્મનો મુકાબલો પ્રિયંકા ચોપરાની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક સાથે થશે. આ ફિલ્મ પણ 11 ઓક્ટોબરે જ રિલીઝ થશે.

Saif Ali Khan Laal Kaptaan લાલ કપ્તાનનો ટીઝર થયો આઉટ, સૈફ અલી ખાન નિભાવશે નાગા સાધુનો રોલ

સૈફ અલી ખાનની ફિલ્મ એક પિરિયડ ડ્રામા હોય તેવુ સામે આવી રહ્યુ છે, જેમાં તેનું પાત્ર ખૂબ જ રસપ્રદ બનશે. આ ફિલ્મમાં તેનુ પાત્ર નાગા સાધુનું છે. ફિલ્મનું દિગ્દર્શન નવદીપ સિંહ કરી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનાં નિર્માતા સુનીલ લુલ્લાએ જણાવ્યું હતું કે, સૈફ એક ગિફ્ટેડ અભિનેતા છે અને સ્ક્રિપ્ટ તેમને તેમની પ્રતિભા બતાવવાની તક આપી રહી છે.

આ ફિલ્મને આનંદ એલ રોયે પણ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું કે, અમને તેનાપર પૂરો વિશ્વાસ છે. ‘લાલ કપ્તાન’ એક એવી ફિલ્મ છે કે જે નિશ્ચિતરૂપે પોતાની શૈલી અને નૈરેટિવ સ્ટાઇલનો પરિચય આપશે. આપને જણાવી દઇએ કે, આ ફિલ્મ યેલો પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવી રહી છે.

તાજેતરમાં જ સેટ પરથી અભિનેતાની તસવીરો વાયરલ થઈ હતી. જેમાં કલાકારો અલગ જ શૈલીમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે અગાઉ આ ફિલ્મનું નામ હંટર રાખવામાં આવ્યુ હતું પરંતુ નિર્માતાઓ આ નામથી ખુશ ન હતા, તેથી તેઓએ નામ બદલવાનું નક્કી કર્યું. હવે સૈફની ફિલ્મ ‘લાલ કપ્તાન’નાં નામે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.