Technology/ સોશિયલ મીડિયા પર સરકારના નિયમોની લગામ, 15 દિવસમાં ફરીયાદોનું માંગ્યું નિરાકરણ

કેન્દ્ર સરકારે નવા આઇટી કાયદાના સુધારાનો અમલ કરવા સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર, ગુગલ, વોટ્સએપ વગેરેને કડક આદેશ આપી દીધા છે. સાથે જ અમલ કર્યો કે કેમ તેનો રિપોર્ટ 15 દિવસમાં સોપવા પણ કહ્યું છે. ફેબુ્આરી મહિનામાં આ નિયમો લાગુ કરી દેવાયા હતા, જેના અમલ માટે કંપનીઓને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ […]

Tech & Auto
Untitled 357 સોશિયલ મીડિયા પર સરકારના નિયમોની લગામ, 15 દિવસમાં ફરીયાદોનું માંગ્યું નિરાકરણ

કેન્દ્ર સરકારે નવા આઇટી કાયદાના સુધારાનો અમલ કરવા સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર, ગુગલ, વોટ્સએપ વગેરેને કડક આદેશ આપી દીધા છે. સાથે જ અમલ કર્યો કે કેમ તેનો રિપોર્ટ 15 દિવસમાં સોપવા પણ કહ્યું છે. ફેબુ્આરી મહિનામાં આ નિયમો લાગુ કરી દેવાયા હતા, જેના અમલ માટે કંપનીઓને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ અમલ કર્યો કે કેમ તે અંગે હવે જવાબ માગવામાં આવ્યો છે.

સરકારે સોશિયલ મીડિયા અંગે જે નવી ગાઇડલાઇન જાહેર કરી છે તે મુજબ હવેથી સોશિયલ મીડિયા પર જે પણ નગ્ન અને અભદ્ર કન્ટેન્ટ હોય તેને, ઉપરાંત કોઇ મહિલાના ફોટા સાથે ચેડાં કરેલી તસવીર શેર કે પોસ્ટ કરવામાં આવી હશે તો તેને 24 કલાકમાં હટાવવાની રહેશે.

સાથે જ ફરિયાદ અિધકારીની નિમણુંક કરવાની રહેશે જેણે 15 દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે. આ ઉપરાંત વોટ્સએપ, ફેસબુક વગેરેને કહ્યું છે કે જે પણ વાંધાજનક મેસેજ કે તસવીરો-વીડિયો કોણે સૌથી પહેલા પોસ્ટ કર્યો તેની જાણકારી પણ જરૂર પડયે આપવાની રહેશે.

બીજી તરફ ટ્વિટરે નવા નિયમોને લઇને પોતાનું મોન તોડયું હતું અને કહ્યું હતું કે અમે નવા નિયમોને લઇને ચિંતામાં છીએ, ભારતમાં અમારા કર્મચારીઓ છે તેને લઇને પણ ચિંતામાં છીએ. જ્યારે ગુગલ સીઇઓ સુંદર પિચાઇએ કહ્યું હતું કે ગુગલ સરકારના નિયમોનું પાલન કરવા માટે કટિબદ્ધ રહેશે. અમે દરેક દેશમાં તેમના  નિયમો અને કાયદાના અમલ માટે કટિબદ્ધ છીએ.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટુલકિટને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ટ્વિટરની કચેરીએ દિલ્હી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેને સંલગ્ન આ નિવેદન ટ્વિટર દ્વારા આપવામાં આવ્યું હતું. હાલની પરિસિૃથતિ મુજબ મોટા ભાગના સોશિયલ મીડિયા સરકારના નવા નિયમોનો અમલ કરવા માટે તૈયાર છે પણ વોટ્સએપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

તેથી હાલ સરકાર અને વોટ્સએપ આ નવા નિયમોને લઇને આમને સામને છે. સરકારે સ્પષ્ટ પણે કહ્યું છે કે સોશિયલ મીડિયાએ આઈટીના નવા નિયમોનો અમલ કરવો જ પડશે. હાલ વોટ્સએપ દિલ્હી હાઇકોર્ટમાં ગયું છે તેથી મામલો કોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. પણ સરકાર પાછીપાની કરવાની તૈયારીમાં નથી અને હવે અમલનો રિપોર્ટ પણ માગી લીધો છે.