Bollywood/ ‘જુગ જુગ જિયો’ પર પ્રતિબંધની અરજી ફગાવી, ફિલ્મ 24 તારીખે રિલીઝ થશે

ધર્મા પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ફિલ્મ જુગ જુગ જિયોની રિલીઝ પર રોક લગાવવા માટેની અરજીને કોર્ટે સુનાવણી બાદ ફગાવી દીધી છે.

Entertainment
Jug-Jugg-Jeeyo

ધર્મા પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ફિલ્મ જુગ જુગ જિયોની રિલીઝ પર રોક લગાવવા માટેની અરજીને કોર્ટે સુનાવણી બાદ ફગાવી દીધી છે. ગુરુવારે કોમર્શિયલ કોર્ટના સ્પેશિયલ જજ મનોજ ચંદ્ર ઝાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, 6 જૂને રાંચીના વિશાલ સિંહે ફિલ્મ નિર્દેશક કરણ જોહરની ફિલ્મ જુગ જુગ જિયોના નિર્માણમાં કોપીરાઈટ એક્ટના ઉલ્લંઘનનો આરોપ લગાવતા રાંચીની કોમર્શિયલ કોર્ટમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો કેસ દાખલ કર્યો છે.

Instagram will load in the frontend.

આરોપ છે કે, ધર્મા પ્રોડક્શન્સ કોપીરાઈટ એક્ટ 1957નું ઉલ્લંઘન કરીને, તેની સંમતિ લીધા વિના, બન્ની રાની નામની વાર્તાની નકલ કરી અને જુગ જુગ જિયો નામની ફિલ્મ બનાવી.જણાવી દઈએ કે આ ફિલ્મ હવે 24 જૂન, 2022ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.