નવી દિલ્હી,
આગામી ૧૫મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસને જોતા અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોન તેમજ ફ્લિપ કાર્ટ દ્વારા પોતપોતાના ફ્રિડમ સેલ શરુ કરવામાં આવ્યા છે, ત્યારે હવે રિલાયન્સ દ્વારા પણ સેલ શરુ કરી દેવામાં આવ્યો છે.
રિલાયન્સ ડીજીટલનું Digital India Sale શનિવાર, ૧૧ ઓગષ્ટથી શરુ કરી દેવામાં આવ્યો છે અને તે ૧૫મી ઓગષ્ટ સુધી ચાલશે. આ સેલમાં ગ્રાહકોને ઘણી પ્રકારની ઓફર્સ તેમજ ડિસ્કાઉન્ટ મળી રહેશે.

રિલાયન્સના સેલની વાત કરવામાં આવે તો, આ સેલમાં ૨૦૦ બ્રાંડની ૪૦૦૦થી વધુ પ્રોડ્કટ શામેલ છે અને એમાં દરેક પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર ભારે છૂટ આપવામાં આવી રહી છે.
ગ્રાહકો ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, સ્માર્ટફોન, લેપટોપ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકે છે. આ ઉપરાંત દેશની કોઈ પણ મોટી બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર ગ્રાહકોને ૧૦ ટકાની છૂટ આપવામાં આવી છે.
રિલાયન્સના સેલમાં HD LED TVની રેંજ માટે ૧૦,૯૯૦ રૂપિયાથી શરુ થઇ છે. જયારે તમે ફ્રિઝ અને વોશિંગ મશીન ખરીદવા માંગો છો ત્યારે તેની શરૂઆતની કિંમત અનુક્રમે ૧૧,૪૯૦ રૂપિયા અને ૧૦,૪૯૦ રૂપિયા છે. સાથે સાથે આં સેલમાં કેટલાક પ્રકારના સામાન ખરીદવા પર ફ્રિ ઈંસ્ટોલેશનની સુવિધા આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત સેલમાં HDFC, સિટી બેંક, ICICI, કોટક મહિન્દ્રા જેવી મોટી બેંકોના કાર્ડથી પેમેન્ટ કરવા પર છૂટ મળી રહી છે. આ સેલ વેબસાઈટની સાથે સાથે દેશના ૮૦૦ શહેરોમાં સ્થિત રિલાયન્સ ડિજીટલ સ્ટોર પર પણ આયોજિત કરાયો છે.
