Lanching/ રિલાયન્સ જિયોએ યૂઝર્સ માટે નવો વાર્ષિક પ્લાન કર્યો લોન્ચ

ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે અને આ પ્લાનથી દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે

Tech & Auto
15 5 રિલાયન્સ જિયોએ યૂઝર્સ માટે નવો વાર્ષિક પ્લાન કર્યો લોન્ચ

ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે અને આ પ્લાનથી દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે. આ જીયો પ્લાન ને કંપનીએ 365 દિવસની વેલિડિટી સાથે ઉતાર્યો છે, આવો અમે તમને નવા પ્લાનની કિંમત અને તેની સાથે મળનારા બેનિફિટ્સ વિશે વિસ્તારથી જાણકારી આપીએ છીએ.

આ જિયો રિલાયન્સ પ્લાનને રિલાયન્સ જિયોની સત્તાવાર વેબસાઇટ પર 20 ટકા જીઓ માર્ટ મહા કેશબેક ઓફર હેઠળ લિસ્ટ કરવામાં આવ્યો છે. તેનો અર્થ થયો કે આ પ્લાનથી રિચાર્જ કરાવનાર યૂઝર્સને પ્લાનની સાથે મળનાર બેનિફિટ્સ તો મળશે પરંતુ સાથે જિયોમાર્કથી ખરીદી પર 20 ટકા કેશબેક પણ મળશે.

આ પ્લાનની સાથે કંપની દરરોજ 2.5 જીબી ડેટાની સાથે 365 દિવસની વેલિડિટી આપે છે, આ હિસાબથી પ્લાનમાં કુલ મળીને 912.5GB ડેટા તમને મળશે. સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે.

અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો પ્લાનની સાથે  જિયો સીનેમા, જીઓ ટીવી સિવાય જિયો ક્લાઉડ અને જિયો સિક્યોરિટીનું ફ્રી એક્સેસ આપવામાં આવે છે.

499 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોએ પોતાના પ્રીપેડ પ્લાનના લિસ્ટમાં 499 રૂપિયાના પ્લાનને જોડ્યો છે. 499 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેની સાથે દરરોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલ અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. આ પ્લાનની સાથે નવા યૂઝર્સને જિઓ પ્રાઇમ મેમ્બરશિપનું સબ્સક્રિપ્શન પણ મળે છે. તો દરરોજ બે જીબી ડેટા ખતમ થયા બાદ સ્પીડ 64 કેબીપીએસની થઈ જાય છે.

આ સિવાય પ્રીપેડ પ્લાન  Disney+ Hotstar ના એક્સેસ સાથે આવે છે. આ પ્લાનની સાથે યૂઝર્સોને કોઈ એક્સ્ટ્રા ચાર્જ વગર ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની+હોટસ્ટારનું એક વર્ષનું સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.