Not Set/ 20 વર્ષ બાદ આવો યોગ સર્જાય રહ્યો છે આ રક્ષાબંધને

ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા હોય છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે. રક્ષાબંધન એટલે પવિત્ર ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. આપને જણાવીએ કે આ વખતે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર ખૂબ જ સુંદર યોગ ઊભો થઈ રહ્યો […]

Navratri 2022
aaas 17 20 વર્ષ બાદ આવો યોગ સર્જાય રહ્યો છે આ રક્ષાબંધને

ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા હોય છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે. રક્ષાબંધન એટલે પવિત્ર ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.

આપને જણાવીએ કે આ વખતે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર ખૂબ જ સુંદર યોગ ઊભો થઈ રહ્યો છે. આશરે 19 વર્ષે આ યોગ આવ્યો છે જેમાં રક્ષાબંધન અને 15 ઓગસ્ટ સાથે આવી રહ્યા છે. આ વખતની ખાસ વાત એ છે કે 20 વર્ષ બાદ ભદ્રા યોગ નથી. એટલે કે દિવસ દરમિયાન 12 કલાક શુભ મુહૂર્ત રહેશે. આ ગાળામાં કોઈપણ સમયે બહેન તેના ભાઈને રાખડી બાંધી શકશે.

આ વખતે ભદ્રા તિથિનો પડછાયો ન હોવાથી રક્ષાબંધન ભદ્રા દોષથી મુક્ત ગણાશે.

રક્ષાબંધનના દિવસે છેલ્લા 20 વર્ષથી ભદ્રાના પડછાયા પડતો હતો જેના કારણે શુભ મુહૂર્તનો સમય થોડો જ સમયનો જ રહેતો હતો. એવી માન્યતા માનવામાં આવે છે કે રાવણની બહેને રાવણને ભદ્રાકાળમાં કાંડે રાખડી બાંધી હતી જરથી રાવણનો સર્વનાશ થયો હતો. આ કારણે ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં ભદ્રાને સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે. શનિની જેમ ભદ્રાનો સ્વભાવ પણ ક્રૂર અને ક્રોધી માનવામાં આવે છે.

આ સમય રાખડી બાંધવા માટે ઉત્તમ છેઃસવારે 6.23થી 7.58- શુભ ચોઘડિયુસવારે 11.08થી 12.43- ચર ચોઘડિયુબપોરે 12.43થી 2.18- લાભ ચોઘડિયુબપોરે 2.18થી-3.52- અમૃત ચોઘડિયુસાંજે 5.28થી 7.03- શુભ ચોઘડિયુ”,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.