રાહત/ રેમડેસિવિર ઇન્જેકશન અને તેના કાચામાલ પર કસ્ટમ ડયુટી હટાવી

કસ્ટમ ડયુટી હટાવી લીધી જેના લીધે ઇન્જેકશન સસ્તા થશે.

India
injection રેમડેસિવિર ઇન્જેકશન અને તેના કાચામાલ પર કસ્ટમ ડયુટી હટાવી

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.કોરોના સંક્રમણના કેસો દિનપ્રતિદન વધી રહ્યા છે જેના લીધે કોરોનાથી મૃત્યુદર વધી રહ્યો છે. કેન્દ્ર સરકાર કોરોના મહામારી માટે યુદ્વના ધોરણ કામગીરી કરી રહી છે .મહત્વના નિર્ણય લઇને પ્રજાને રાહત થાય તેવા પગલાં લઇ રહી છે. સરકારે રેમડેસિવિર ઇન્જેકશન અને તેના કાચામાલ પરની કસ્ટમ ડયુટી હટાવી લીધી છે. કોરોનાના ઇલાજ માટે રેમડેસિવિર ઇન્જેકશનની ભારે માંગ છે તેની અછતના લીધે કાળા બજાર પણ થાય છે. ઇન્જેકશનની માંગ વધુ હોવાથી સરકારે તેની આયાત પર લાગતી કસ્ટમ ડયુટી હટાવી લીધી છે.

ઇન્જેકશન અને તેના કાચા માલ પર કસ્ટમ ડયુટી હટાવી લેતાં ઇન્જેકશનો સસ્તા મળશે જેના લીધે કોરોના દર્દીઓને સરળતાથી મળી રહેશે. રાજસ્વ વિભાગના જાહેરનામાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે પ્રજાના હિતને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ આયાત પર કસ્ટમ ડયુટીની છૂટ 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે. કેન્દ્ર વાણિજ્ય અને ઉધોગમંત્રી પિયૂષ ગોયલે ટવીટ કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાને કોરોના મહામારીને ધ્યાનમાં લઇને તેમણે આ નિર્ણય લીધો છે.