ગુજરાત/ સંચાલકોની રજૂઆત – શાળામાં ફાયર સેફ્ટી હેતુ NOC કરો ફરજીયાત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલ અને શાળાઓમાં આગ લાગવાના બનાવ વધતા જાય છે. સરકાર દ્વારા ફાયર સેફ્ટીનાં નિયમનો કડક અમલ કરાવવા નિર્ણય લેવાયો છે.

Gujarat Others
cricket 57 સંચાલકોની રજૂઆત - શાળામાં ફાયર સેફ્ટી હેતુ NOC કરો ફરજીયાત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલ અને શાળાઓમાં આગ લાગવાના બનાવ વધતા જાય છે. સરકાર દ્વારા ફાયર સેફ્ટીનાં નિયમનો કડક અમલ કરાવવા નિર્ણય લેવાયો છે. પરંતુ અમુક પ્રકારનાં નિયમનાં કારણે સંચાલકો દ્વિધાપૂર્ણ સ્થિતિમાં મૂકાતા ફાયર એનઓસી અંગે કેટલાક હકારાત્મક સૂચનો સરકાર સમક્ષ કર્યા છે.

ગાંધીનગર / શું જીગ્નેશ મેવાણીનો અવાજ દબાવવાનો છે પ્રયત્ન? જાણો શું કહે છે અપક્ષ ધારાસભ્ય?

ગુજરાતમાં એકબાજુ કોરોના રોકાતો નથી. તો બીજ બાજુ રાજ્યનાં વિવિધ શહેર-નગરોમાં હોસ્પિટલ અને શાળાઓમાં આગ લાગવાના બનાવ વધતા જાય છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકારે આગનાં બનાવને નિયંત્રણમાં લેવા ફાયર સેફ્ટીનાં નિયમનો કડક અમલ કરવા વહીવટીતંત્ર–કોર્પોરેશન અને ફાયર વિભાગને પણ સૂચના આપી છે. દરમિયાન શાળાઓમાં લાગતા આગનાં બનાવને નિયંત્રણમાં લેવા કેટલાંક સૂચનોનો અમલ કરવાની માંગ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે કરી છે.

સંચાલકોની રજૂઆત

-શાળામાં ફાયરસેફ્ટી હેતુ એનઓસી ફરજીયાત

-એનઓસી ફરજીયાત બિલ્ડીંગ પ્રમાણે હોવી જોઇએ

-ફાયરસેફ્ટી સાધનો મરામત કરવા નિયમતિ સુપરવિઝન

-સુપરવિઝન કરવા વારંવાર રજૂઆત છતાં થાય છે વિલંબ

-ફાયરતંત્ર સક્રિય રહી સુપરવિઝન કરે તો આગ પર કાબૂ લાવી શકાય

Cricket / ઈન્ડિયા-ઈંગ્લેન્ડ આજથી વન-ડે સીરીઝ માટે તૈયાર, દોઢ વાગ્યાથી થશે મેચનો પ્રારંભ

રાજ્યની વિવિધ શાળામાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોય છે તો કેટલીક શાળામાં ફાયર સેફ્ટી શોભાનાં ગાંઠિયા સમાન હોય છે. ત્યારે ફાયર વિભાગ નિયમિત ફાયર સેફ્ટી અંગે સુપરવિઝન વ્યવસ્થા ગોઠવે એવી રજૂઆત પણ શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ કરી છે. શાળા સંચાલક – ફાયર વિભાગ અને સરકારનાં ત્રિવેણી સંકલનથી આગનાં વધતાં બનાવ પર નિયંત્રણ આવી શકશે, તો નિર્દોષનાં જીવન હોમાતા પણ અટકાવી શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ