દિલ્હી-રાજકોટ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને આજે થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફલાઇટમાં ટેકઓફ સમયે મોટો ટેક્નિકલ પ્રોબ્લેમ આવી જતાં ફલાઇટની ઉડાન છેલ્લી ઘડીએ અટકાવી દેવામાં આવી હતી અને ઘાત ટળી હતી. આ અંગે ફલાઇટના કેપ્ટન હિમાંશુ સબ્રવાલના જણાવ્યા અનુસાર જો આ ફલાઇટ ટેકઓફ થઇ હોત તો ઇમરજન્સી લેન્ડિંગ બે જ મીનીટમાં કરવુ પડ્યું હતું. આ કારણોસર ફલાઇટ બેથી અઢી કલાક લેઇટ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ એર ઇન્ડિયાની દિલ્હી રાજકોટ એરક્રાફટ નં.403નો ટેકઓફનો સમય બપોરે 2 કલાકનો હતો નિર્ધિરિત સમય મુજબ ફલાઇટ રાજકોટ માટે ઉડાન ભરે તેની બે મીનીટ પહેલા જ આ ફોલ્ટ સામે આવ્યો હતો. ત્યારે જ આ મુશકેલી સામે આવતા ફરી એરક્રાફટને ફરી રનવેમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. અચાનક આવી પડેલી આ પરિસ્થિતિને કારણે પસેન્જર્સ ટેન્શનમાં આવી ગયા હતાં.

જોકે, એર ઇન્ડિયા દ્વારા ગણતરીની મીનીટોમાં બીજા એરક્રાફટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે દિલ્હીથી રાજકોટ આવી રહેલા મુળ વેરાવળના અને અનેક સિરિયલોમાં અભિનય આપી ચુકેલા હેમાંગ પલાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં અમે રનવે પર છીએ બીજા એરક્રાફટની વ્યવસ્થા એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. 2 વાગ્યાના સમયે ફલાઇટ ટેકઓફ થઇ ગઇ હતી, પરંતુ ઇલેકટ્રીક પાવરના લીધે એરક્રાફટમાં ક્ષતિઓ આવી હોવાથી તાબડતોડ આ ફલાઇટને રનવે પર ઉભી રાખી દેવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
