Not Set/ પહેલી લહેરનું રોલમોડલ ત્રીજી લહેર માટે એપી સેન્ટર ??

છેલ્લા પાંચ દિવસથી દેશમાં નોંધાતા કોરોનાના કેસોમાં ૬૦ થી ૭૦ ટકા કરતાં વધુ કેસો એકલા આ દક્ષિણના રાજ્યમાં નોંધાયા છે

India Trending
ત્રીજી લહેર બાળકો

સાતમ-આઠમના તહેવારો પૂર્ણતાના આરે છે. ગુજરાતમાં કોરોનાના કેસો છેલ્લા ૨૦ દિવસથી ૨૦ થી નીચે જ રહે છે. મોટાભાગના નગરો અને મહાનગરોમાં શૂન્ય કેસોની હાલત છે તેવે સમયે દેશમાં શું હાલત છે ? દેશમાં સ્થિતિ બગડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી દેશમાં ૪૦ હજાર કરતાં વધુ કેસો આવી રહ્યા છે અને તેમાં કેરળમાં બનતા કોરોનાના કેસોની સંખ્યા ૩૦ હજાર આસપાસ છે. ગુજરાતના એક સહિત અસંખ્ય તબીબોએ કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાના દિવસો બહુ દૂર નથી એવો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. ત્રીજી લહેર બાળકો માટે વધુ અસરકર્તા પુરવાર થાય તેવી દહેશત છે. એપ્રિલ માસમાં ગુજરાતમાં કોરોનાના મોટી સંખ્યામાં મૃત્યુ થયા હોવાના અહેવાલોએ સૌને ચોંકાવી દીધા છે. બીજી બાજુ પહેલી લહેર વખતે કોરોના નાબૂદીના મોરચે મોડલ બનેલા કેરળમાં દેશભરમાં બીજી લહેરમાં કેસો ઘટ્યા છે ત્યારે ત્યાં કેસો કેમ વધે છે ? આ પ્રશ્ન અંગે પણ નિષ્ણાતો પોતાની રીતે મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.

himmat thhakar 1 પહેલી લહેરનું રોલમોડલ ત્રીજી લહેર માટે એપી સેન્ટર ??

જ્યાં છેલ્લા છ વર્ષથી સામ્યવાદી નેતૃત્વવાળી ડાબેરી સરકાર સત્તા પર છે અને દેશના સૌથી વધુ શિક્ષિત અને સાક્ષરતા દર ધરાવતા રાજ્યોમાં જેની ગણના થાય છે તે કેરળમાં સૌથી વધુ કેસ કેમ નોંધાય છે ? આ પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. નિષ્ણાતો કહે છે તે પ્રમાણે કોરોનાની પ્રથમ લહેરનો અથવા તો કોરોનાનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો. સંખ્યા વધવાની શરૂઆત પણ ત્યાંથી થઈ અને પ્રથમ લોકડાઉન પણ આ રાજ્યમાં લાગ્યું અને કોરોના તળિયે પણ સૌથી પ્રથમ આ જ રાજ્યમાં પહોંચ્યો હતો એ કોરોના નાબૂદી કે કોરોનાના સામનાના મોરચે આ રાજ્ય રોલમોડલ બની ગયું હતું.

us corona પહેલી લહેરનું રોલમોડલ ત્રીજી લહેર માટે એપી સેન્ટર ??
હવે દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની બીજી લહેર લગભગ પૂર્ણતાના આરે છે. ત્રીજી લહેરની નિષ્ણાતોની ચેતવણીના પગલે તમામ રાજ્ય સરકારોએ તૈયારી શરૂ કરી છે તેવે સમયે કેરળમાં જે રીતે કોરોનાનો વ્યાપ વધ્યો છે તે બાબત ચિંતાનું કારણ બન્યું છે. કેરળમાં તા. ૨૭મીને શુક્રવારે ૩૨ હજાર જેટલા કેસ નોંધાયા છે ત્યાં પોઝીટીવીટી રેટ ૧૯ ટકાને વટાવી ગયો છે. આ અંગે નિષ્ણાતો વધુ આંકડા આપતા કહે છે કે બુધવારે દેશમાં ૪૬ હજાર કેસ હતા જેમાં ૬૦ કે ઘણા કહે છે તે પ્રમાણે ૭૦ ટકા કરતાં વધુ કેસો કેરળના હતાં. કેરળના જે ૧૪ જિલ્લાઓ છે તે પૈકી એનાર્કુલમ, ત્રિશુર, કોઝીકોડ કોલ્લમ, મલ્લપુરમ કોટ્ટાર સહિત સાત જિલ્લામાં રોજના ૨૦૦૦થી વધુ કેસો આવી રહ્યા છે. એનાર્કુલમમાં તો બે દિવસ જ ચાર હજાર કરતાં વધુ કેસો આવી રહ્યાં છે.

corona 3 પહેલી લહેરનું રોલમોડલ ત્રીજી લહેર માટે એપી સેન્ટર ??
આનુ કારણ શું ? ઘણા નિષ્ણાતો કહે છે તે પ્રમાણે કેરળ માટે વધુ મહત્ત્વના મનાતા ‘ઓણમ’ના તહેવારો બાદ ત્યાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને હવે તો તે એક પ્રકારના સંક્રમણના સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે. કેરળના મેડીકલ એસો.ના વાઈસ ચેરમેન ડો. રાજીવ જયદેવ કહે છે તે પ્રમાણે વાઈરસના ડ્રોપલેટ્‌સ લાંબો સમય ટકી રહે તેવું હવામાન હોવાને કારણે આમ બન્યું છે. કેરળમાં દવાખાનાને બદલે ઘરમાં જ હોમ આઈસોલેશનમાં રહેવાનું વલણ પણ ઘણા જવાબદાર માને છે. કેરળના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જ કહે છે કે કોરોનાના જે રોજિંદા કેસો નોંધાય છે તેમાં ૩૫ ટકા લોકોને તો પોતાના ઘરમાં જ કોરોના પોઝીટીવ બન્યા છે. પુરતા કેસ હોય ત્યારે જ ક્વોરેન્ટીન થવું તેવી સૂચના લોકોને અપાઈ રહી છે.

corona 1 પહેલી લહેરનું રોલમોડલ ત્રીજી લહેર માટે એપી સેન્ટર ??

ત્રીજી લહેરની આગાહી કરનારા નિષ્ણાતો પણ કહે છે કે કેરળમાં જે રીતે કેસો વધી રહ્યા છે તેજ રીતે ટ્રાવેલીંગ વધ્યું છે. કેરળમાં લોકો અન્ય રાજ્યોમાંથી આવે પણ અને જાય પણ છે. જેના કારણે કેરળમાં હાલ જે સ્થિતિ છે તે જાેતાં આ પ્રકારની હેરફેરના કારણે કેરળનો અત્યારનો વાઈરસ અન્ય રાજ્યોમાં પહોંચી જઈને ત્રીજી લહેરનું સર્જન કરી શકે છે. કેન્દ્રના આરોગ્ય સચિવ પણ કહે છે કે કેરળમાં આ રોગનો વ્યાપ વધવાના ઘણા કારણો છે. હોમ આઈસોલેશનના કારણે વ્યાપ વધ્યો છે. કેરળમાં કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં જે ેટીમ મોકલેલી તે ટીમના અહેવાલમાં પણ આ જ વાત જણાવવામાં આવી છે. જ્યારે તહેવારોમાં પૂરતી સાવચેતીના બદલે લોકો તરફથી વધુ પડતો ઉત્સાહ દાખવવામાં આવ્યો અને સરકાર દ્વારા થોડીક બેદરકારી દાખવવામાં આવી તેના કારણે આ પ્રકારનો ઉપદ્રવ વધ્યો છે તે વાત નોંધવી જ પડે તેમ છે.

કોરોના

નિષ્ણાતો વધુમાં એમ પણ કહી રહ્યાં છે કે કેરળમાં ૫૦ ટકા કરતાં વધુ લોકો વેકસીનના બન્ને ડોઝ લઈ ચૂક્યા છે છતાં આમ કેમ બન્યું ? આ પણ એક ચિંતાજનક બાબત છે. વેક્સીનેશન બાદ લોકોમાં વધી ગયેલી બેફીકરાઈ એટલે કે આપણને હવે કશું થવાનું નથી તેવી જે લાગણી ઉભી થાય છે તેના કારણે ડિસ્ટન્સ નેવે મૂકવા સહિતના જે બનાવોનુ પ્રમાણ વધે છે તેના કારણે કેરળમાં આ પ્રકારના બનાવોનું પ્રમાણ સતત વધતું જાય છે તે માટે નિમિત્ત કે જવાબદાર બને છે તેવું કહી શકાય તેમ છે.

corona 234 પહેલી લહેરનું રોલમોડલ ત્રીજી લહેર માટે એપી સેન્ટર ??શ્યલ

આ સંજાેગો વચ્ચે મોટાભાગના નિષ્ણાતો વેક્સીનેશન બાદ અન્ય રાજ્યોમાં પણ બેદરકારી અને કોવિદ-૧૯ની ગાઈડલાઈનનો ઉલાળિયો કરવાનું વલણ ભરે ન પડે તે માટે લોકો અને જે તે રાજ્યોના તંત્રને ચેતવે છે. કેરળ બાદ મહારાષ્ટ્રમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કેસો વધ્યા છે. કેરળના પડોસી રાજ્યો તમિલનાડુ, આંધ્ર, તેલંગણા અને કર્ણાટકમાં પણ છેલ્લા પાંચેક દિવસથી કોરોનાના કેસો વધ્યા છે. ટૂંકમાં પહેલી લહેર વખતના કોરોનાના મોડલ રાજ્ય કેરળ હવે વધુ ભયજનક સ્થિતિમાં છે. ગુજરાત સહિત આઠ રાજ્યોએ કેરળમાંથી આવતા લોકોનું ટેસ્ટીંગ ફરજિયાત બનાવ્યું છે. કેન્દ્રીય ટીમે ટેસ્ટીંગમાં સફળ એવા રાજ્ય કેરળમાં ટ્રેસિંગમાં નિષ્ફળતા મળવાના લીધે આ સ્થિતિ સર્જાયાનું કહે છે. અત્યારે તો કેરળની સ્થિતિ વિકટ છે.

ટોક્યો પેરાલિમ્પિક્સ / એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ સાથે ભારતનો સપાટો, સુમિત અંટિલને જીત્યો ગોલ્ડ મેડલ

તાલિબાનોનો કબજો / તાલિબાનોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ પર કર્યો કબજો ,ઉડાણ પર પણ પ્રતિબંધ મૂક્યો