Omicrone/ ઓમિક્રોન બનશે કોરોનાની કુદરતી રસી, નિષ્ણાતોએ કહ્યું- હવે થશે મહામારીનો અંત!

ઓમિક્રોન વેરિયેન્ટથી સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયેલા લોકો પર કરાયેલી સ્ટડીમાં સામે આવ્યું કે આ લોકોમાં હાઇલેવલની એન્ટીબોડી બનેલી છે.

Top Stories India
Untitled 88 ઓમિક્રોન બનશે કોરોનાની કુદરતી રસી, નિષ્ણાતોએ કહ્યું- હવે થશે મહામારીનો અંત!

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને લઇને એક નવી સ્ટડી કરી છે..આ સ્ટડીમા સામે આવ્યું છે કે જે લોકો ઓમિક્રોન વેરયેન્ટથી સંક્રમિત થઇને તેમાંથી સ્વસ્થ થઇ ચૂક્યા છે, તેઓ ડેલ્ટા વેરિયેન્ટ અને તેના બાદના સંક્રમણોને દુર કરવામાં સક્ષમ હોઇ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોનના કેસોમાં કેટલાક દિવસો સુધી વધારો સંભવ છે.. પરંતુ લાંબાગાળાની વાત કરીએ તો ઓમિક્રોન વેરિયેન્ટથી સંક્રમિત થવા પર હોસ્પિટલમાં ભરતી થવાની શક્યતા નહીવત રહેશે. અને મૃત્યુ પણ ખુબજ ઓછા થશે..સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે ઓમિક્રોન વેરિયેન્ટ અન્ય પાછલા વેરિયેન્ટની તુલનામાં બહુ ઓછુ નુકસાન પહોંચાડશે.

દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આફ્રિકા હેલ્થ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના એક વાયરોલોજિસ્ટ એલેક્સ સિગલે જણાવ્યું કે ઓમિક્રોન વેરિયેન્ટ ડેલ્ટા વેરિયેન્ટને હટાવી રહ્યો છે.બની શકે કે ડેલ્ટા વેરિયેન્ટને દુર કરવો એક સારી વાત હોય. તેમણે કહ્યું કે અભ્યાસમાં સામે આવ્યું છે કે આપણે ઓમિક્રોન વેરિયેન્ટ સાથે અધિક સરળતાથી રહી શકીએ છીએ..આ વેરિયેન્ટ આપણને અગાઉના વેરિયેન્ટની તુલનામાં ખુબ ઓછુ નુકસાન પહોંચાડશે.

આ  પણ  વાંચો:કોરોના સંક્રમિત / નોરા ફતેહીની કોરોનાથી થઈ હાલત ખરાબ, કહ્યું- ઘણા દિવસોથી બેડ પર પડી છું…

લંડન સ્કૂલ ઓફ હાઇનિઝ એન્ડ ટ્રોપિકલ મેડિસિનના એક વૈજ્ઞાનિક કાર્લ પિયર્સને કહ્યું કે જો કે આ રિપોર્ટ શરૂઆતી છે. પરંતુ એ વાત સાચી છે કે ઓમિક્રોન આવે છે તો ઝડપથી ફેલાય છે..અને ડેલ્ટા વેરિયેન્ટનો સફાયો થઇ જાય છે. યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક વૈજ્ઞાનિક નાથન ગ્રુબોધે કહ્યું કે ઓમિક્રોન ઝડપથી ફેલાઇ રહ્યો છે.. અને ડેલ્ટાના કેસ ઘટી રહ્યા છે.

ઓમિક્રોન વેરિયેન્ટથી સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયેલા લોકો પર કરાયેલી સ્ટડીમાં સામે આવ્યું કે આ લોકોમાં હાઇલેવલની એન્ટીબોડી બનેલી છે. આ એન્ટીબોડી ડેલ્ટા જેવા ખતરનાક વેરિયેન્ટ સામે પણ ખુબજ પ્રભાવી સાબિત થાય તેમ છે. … એવામાં કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયેન્ટ આ ઘાતક મહામારીના ખતમ થવાનું કારણ બની શકે છે… જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હજુ એ જોવાનું બાકી છે કે રસી ન લીધેલી હોય તેવા લોકો પર ઓમિક્રોન કેટલી અસર કરે છે.

આ પણ  વાંચો:Bollywood / ફિલ્મ પ્રોડ્યુસર વિજય ગલાનીનું નિધન, ‘સૂર્યવંશી’, ‘વીર’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું