અમદાવાદ/ અનુપમ ખોખરા પાસે સર્જાયેલ અકસ્માતમાં RPF જવાનનું મોત

અમદાવાદમાં અનુપમ ખોખરા પાસે સર્જાયેલ અકસ્માતમાં RPF જવાનનું મોત નિપજયું. શહેરમાં અકસ્માતના બનાવો વધ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 27T142345.607 અનુપમ ખોખરા પાસે સર્જાયેલ અકસ્માતમાં RPF જવાનનું મોત

અમદાવાદમાં અનુપમ ખોખરા પાસે સર્જાયેલ અકસ્માતમાં RPF જવાનનું મોત નિપજયું. શહેરમાં અકસ્માતના બનાવો વધ્યા છે. વહીવટીતંત્ર અને RTO દ્વારા કડક પગલા લેવાયા છતાં ટ્રાફિક સમસ્યા વધી છે. એપરલ પાર્ક ચાર રસ્તા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બાઈક સવાર RPF જવાનનું મોત થયું. RPF જવાન પોતાની ડયૂટી પૂરી કરી સરસપુર ઘરે જતા હતા ત્યારે આ ગંભીર અકસ્માત બનવા પામ્યો. RPF જવાનનું નામ સત્યેન્દ્ર ચૌધરી હોવાનું સામે આવ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સત્યેન્દ્ર ચૌધરી ASI તરીકે ફરજ બજાવતા હતા. સત્યેન્દ્ર ચૌધરીનું અકસ્માતની ઘટનામાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો.

શહેરમાં અકસ્માતોમાં મોત થવાના કિસ્સા વધ્યા છે. છતાં લોકો હજુ પણ બેફામ રીતે ડ્રાઈવિંગ કરી રહ્યા છે. અક્સાત નિવારવા રાજ્યભરમાં RTO દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આરટીઓ એકશન મોડમાં આવતા ટ્રાફિક નિયમ તોડવા પર સજા અને દંડ વસૂલવામાં આવે છે. તેમજ રોંગ સાઈડ વાહન હંકારવાને લઈને પણ સજા અને દંડનો અમલ શરૂ કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો