Bollywood Masala/ RRR સ્ટાર રામ ચરણ અને પત્ની ઉપાસના પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરશે મુલાકાત

રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કામિનેની શુક્રવારે બપોરે દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા છે. ફિલ્મ ‘RRR’ને ઓસ્કાર મળ્યા બાદ તે પીએમ મોદીને મળવા જઈ રહ્યા છે.

Trending Entertainment
રામ ચરણ

રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ જ્યારથી ઓસ્કાર જીત્યો છે ત્યારથી ફિલ્મના સ્ટાર અને ટીમ માટે લોકોનો  પ્રેમ ખુબ જ ગયો છે. સમગ્ર વિશ્વના માથે નાટુ નાટુ સોંગનો ફીવર ચઢેલો જોવા મળે છે. ફિલ્મને ઓસ્કાર મળ્યા બાદ હવે સ્ટાર રામ ચરણ પહેલીવાર દિલ્હી પહોંચ્યો છે. શુક્રવારે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન સમયે રામ ચરણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે તેની પત્ની ઉપાસના કામિનેની પણ હતી.

Ram Charan and wife Upasana

એમએમ કીરવાણી દ્વારા રચિત નાટુ નાટુ એ 95મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીત માટેનો ઓસ્કાર જીત્યો ત્યારે બંને એક સાથે હાજર હતા. એરપોર્ટ પર પહોંચતા જ રામ ચરણ હસતો જોવા મળ્યો હતો અને હાથ જોડીને લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યો હતો.

Ram Charan and wife Upasana

પીએમ મોદીને મળશે

રામ ચરણ અને તેની પત્ની ઉપાસનાના દિલ્હી આવવાનું કારણ એ છે કે બંને પીએમ મોદીને મળવા જઈ રહ્યા છે. અભિનેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો છે અને હૈદરાબાદ પરત ફરતા પહેલા દિલ્હીમાં રોકાણ દરમિયાન ન્યૂઝ મેગેઝિન દ્વારા આયોજિત કોન્ફરન્સને સંબોધિત કરવાનો છે.

Ram Charan and wife Upasana

આ પણ વાંચો:એક્ટર ધર્મેન્દ્ર નવી ફિલ્મમાં કામ કરવા તૈયાર છે, પ્રોજેક્ટના નામ વિશે આ કહ્યું

આ પણ વાંચો:9 મહિનામાં બીજી વખત સલમાન ખાનને મળી ગેંગસ્ટરની ધમકી, હવે કહ્યું- પરિણામ ભોગવવા તૈયાર રહો

આ પણ વાંચો:સતીશ કૌશિકના બાદ સલમાન ખાન સાથે કામ કરનાર આ અભિનેતાનું નિધન

આ પણ વાંચો:યુટ્યુબર જોરાવર સિંહ કલસીએ ચાલુ ગાડીની ડિકીમાંથી નોટ ઉડાવી પડી ભારે, થઇ આ કાર્યવાહી