Not Set/ RRvsKXIP/ રાજસ્થાનની ટીમે IPL ઈતિહાસનો સૌથી વધુ રન ચેઝનો તોડ્યો રેકોર્ડ, પંજાબને 4 વિકેટે હરાવ્યું

  રવિવારે શારજાહનાં ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં રાજસ્થાનની ટીમે પંજાબની ટીમને 4 વિકેટથી હરાવીને આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે પહેલા બેટિંગ કરીને 224 રનનો સ્કોર બનાવ્યો હતો પરંતુ રાજસ્થાનની ટીમે સંજુ સેમસન (84), સ્ટીવ સ્મિથ (50) અને રાહુલ તેવતિયા (53) ની અડધી સદીની ઇનિંગ્સની મદદથી […]

Uncategorized
d0df54f89c1cf4ef3021d6036e85a9af RRvsKXIP/ રાજસ્થાનની ટીમે IPL ઈતિહાસનો સૌથી વધુ રન ચેઝનો તોડ્યો રેકોર્ડ, પંજાબને 4 વિકેટે હરાવ્યું
 

રવિવારે શારજાહનાં ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં રાજસ્થાનની ટીમે પંજાબની ટીમને 4 વિકેટથી હરાવીને આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે પહેલા બેટિંગ કરીને 224 રનનો સ્કોર બનાવ્યો હતો પરંતુ રાજસ્થાનની ટીમે સંજુ સેમસન (84), સ્ટીવ સ્મિથ (50) અને રાહુલ તેવતિયા (53) ની અડધી સદીની ઇનિંગ્સની મદદથી 3 બોલ બાક રહેતા પહેલા જ લ્ક્ષ્ય મેળવી લીધો હતો.

આઈપીએલનાં ઇતિહાસમાં કોઈ પણ ટીમ દ્વારા ચેઝ કરવામાં આવતો આ સૌથી વધુ સ્કોર છે. અગાઉ આ રેકોર્ડ દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલ મેચનો હતો જેમાં 217 રનને સફળ ચેઝ કરવામાં આવ્યા હતા. રાજસ્થાનની ટીમને મળેલા મુશ્કેલ લક્ષ્યને સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન અને રાહુલ તેવતિયાએ સાથે મળીને મેળવ્યો કહી તો પણ ખોટુ નથી. આ ત્રણેય બેટ્સમેનની મદદથી આજે રાજ્યસ્થાનની ટીમ જીતનો સ્વાદ ચાંખવામાં સફળ રહી હતી.

ઉલ્લેખનીય છે કે 224 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે શાનદાર શરૂઆત કરતા પાવરપ્લે દરમિયાન એક વિકેટ પર 69 સ્કોર બનાવી દીધો હતો. આ મેચમાં જોસ બટલર વધારે રન બનાવી શક્યો નહતો પરંતુ સ્ટીવ સ્મિથે 26 બોલમાં 50 રન બનાવ્યા અને સંજુ સેમસને 42 બોલમાં 85 રન બનાવ્યા અને ટીમને મેચમાં બનાવી રાખી. સંજુ સેમસનને ટીમમાં 4 ચોક્કા અને 7 છક્કા ફટકાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.