Not Set/ રાજામૌલીએ શરુ કયું 300 કરોડની ફિલ્મનું શુટિંગ, જુનિયર NTR અને રામચરણ જોવા મળશે એક્શન સીનમાં

મુંબઇ, બાહુબલીને સુપરહિટ બનાવનાર ફિલ્મકાર એસ.એસ રાજામૌલી હવે નવા પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે . બાહુબલી રિલીઝ થયાના ઘણા દિવસો પછી રાજામૌલી ફિલ્મ ડાયરેક્ટ કરતા જોવા મળ્યા. સોમવારે જુનિયર NTR  અને રામચરણ સાથે તેમની આગામી તેલુગુ અહીંયા શૂટિંગ શરૂ કરી દીધું. ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ હાલ આ પ્રોજેક્ટને આર આર […]

Uncategorized
ggppl રાજામૌલીએ શરુ કયું 300 કરોડની ફિલ્મનું શુટિંગ, જુનિયર NTR અને રામચરણ જોવા મળશે એક્શન સીનમાં

મુંબઇ,

બાહુબલીને સુપરહિટ બનાવનાર ફિલ્મકાર એસ.એસ રાજામૌલી હવે નવા પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે . બાહુબલી રિલીઝ થયાના ઘણા દિવસો પછી રાજામૌલી ફિલ્મ ડાયરેક્ટ કરતા જોવા મળ્યા. સોમવારે જુનિયર NTR  અને રામચરણ સાથે તેમની આગામી તેલુગુ અહીંયા શૂટિંગ શરૂ કરી દીધું. ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ હાલ આ પ્રોજેક્ટને આર આર આર (RRR) કહેવામાં આવી રહ્યું છે. જેમાં પહેલી વાર જુનિયર એન ટી આર અને રામચરણ સાથે કામ કરી રહ્યા છે. જણાવીએ કે ફિલ્મ શૂટના પહેલા દિવસે જુનિયર NTR અને રામ ચરણના એક્શન સીન શૂટ કર્યા.

આપણે જણાવી દઈએ કે રાજામૌલીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આજે આર આર  આર નું શૂટિંગ શરૂ થઈ ગયું અને આના ઉદ્ધાટન સમારોહમાં મેગાસ્ટાર ચિરંજીવી, દિગ્ગજ ફિલ્મકાર કે, રાધવેન્દ્ર, પ્રભાસ અને રાણા દગ્ગુબાતી જેવું સ્ટાર્સ શામિલ થયા. 300 કરોડ રૂપિયાના બજેટવાળી આ ફિલ્મમાં NTR અને રામચરણ ભાઈઓની ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષના શરૂઆતી સમયમાં મીડિયા સાથે વાત દરમિયાન નિર્માતા ડીવીવી ડનય્યાએ બજેટની પુષ્ટિ કરી હતી.

આ ફિલ્મ મેગા પાવર સ્ટાર રામ ચરણ અને યંગ ટાઇગર જુનિયર એનટીઆર લીડ રોલમાં હશે. આ મૂવી ડીવીવી એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. બાહુબલીની જેમ આ ફિલ્મમાં પણ ધમાકેદાર એક્શન હશે. જેના માટે જુનિયર એનટીઆર અને રામચરણ તૈયાર છે. તે ફિલ્મ માટે પરફેક્ટ બોડી માટે તેઓ જિમમાં જઈ રહ્યા છે.

hn5bc6jo

આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે. આ મૂવી માટે એક અલગ ગામ બનાવવામાં આવ્યું છે. જેને 1920 ના દાયકાનું રૂપ  આપવામાં આવ્યું છે. હાય વોલ્ટેજ એક્શન સીન માટે પણ તૈયાર છે. જે હૈદરાબાદમાં શૂટ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ફિલ્મનું બજેટ રૂ. 300 કરોડ છે. બાહુબલીનો પ્રથમ ભાગ 180 કરોડમાં બનાવવામાં આવ્યો હતો અને બીજો ભાગ 250 કરોડ હતો.