Not Set/ RSS વિચારક અર્થશાસ્ત્રીનો દાવો 2000 રૂપિયાની નોટ 5 મહિનમાં બંધ થઇ જશે

નવી દિલ્હીઃ નોટબંધી બાદ ક્યાક સરકારની ટીકા થઇ રહી છે તો ક્યાંક વખાણ થઇ રહ્યા છ. આ ચર્ચા વચ્ચે  રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)ના વિચારક તેમજ અર્થશાસ્ત્રી એસ. ગુરુમર્તીએ દાવો કર્યો હતો કે આગામી પાંચ વર્ષમાં રૃપિયા ૨૦૦૦ની નોટો બંધ થઇ જશે. તેઓએ દાવો કર્યો હતો કે નોટબંધી બાદની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર પાસે […]

Uncategorized

નવી દિલ્હીઃ નોટબંધી બાદ ક્યાક સરકારની ટીકા થઇ રહી છે તો ક્યાંક વખાણ થઇ રહ્યા છ. આ ચર્ચા વચ્ચે  રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)ના વિચારક તેમજ અર્થશાસ્ત્રી એસ. ગુરુમર્તીએ દાવો કર્યો હતો કે આગામી પાંચ વર્ષમાં રૃપિયા ૨૦૦૦ની નોટો બંધ થઇ જશે. તેઓએ દાવો કર્યો હતો કે નોટબંધી બાદની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર પાસે પુરતો સમય નહોતો.

આટલા ઓછા સમયમાં રૃપિયા ૫૦૦ અને હજારની નોટો છાપવી મુશ્કેલ હોવાથી સરકારે રૃ. ૨૦૦૦ની નોટોને છાપી ચલણમાં અમલમાં લાવવી પડી હતી. જોકે સરકાર ઇચ્છે છે કે ભ્રષ્ટાચારને પહોંચી વળવા માટે દેશમાં નાની નોટો જ ચલણમાં ચાલુ રાખવામાં આવે. જેને પગલે આગામી પાંચ વર્ષમાં ગમે ત્યારે ૨૦૦૦ રૃપિયાની નોટ બંધ કરી દેવામાં આવશે.

ગુરુમુર્તીએ દાવો કર્યો હતો કે આગામી વર્ષોમાં દેશમાં સૌથી મોટી નોટ ૨૦૦૦ની નહીં પણ ૫૦૦ રૃપિયાની હશે. એટલે કે એક હજારની નોટ ફરી બહાર પાડવામાં નહીં આવે.

નોંધનીય છે કે નિષ્ણાંતો માની રહ્યા છે કે જેમ ચલણમાં મોટી નોટો હશે તેમ કાળા ધનને સંઘરી રાખવામાં પણ મદદ મળશે. દેશમાં અત્યાર સુધીમાં એક હજારની નોટ સૌથી મોટી મનાતી પણ તેને રદ કરીને મોદી સરકારે તેનાથી પણ મોટી રૃ. ૨૦૦૦ની નોટ લોંચ કરી. જેને પગલે વિપક્ષે દાવો કર્યો હતો કે આમ થવાથી મોદી સરકારે કાળા નાણાના સગ્રહખોરોને છુટ્ટોદોર આપી દીધો છે.

હાલ દેશમાં ૨૦૦૦ની નોટ ચલણમાં છે પણ નાના મધ્યમ વર્ગના લોકો તેમજ ગરીબો માટે આ નોટનો દૈનિક ખરીદીમાં ઉપયોગ કરવો મુશ્કેલીભર્યું સાબીત થઇ રહ્યું છે.

તેથી આ નોટને ચલણમાંથી રદ કરવાની માગ પુર જોશમાં ચાલી રહી છે અને સરકાર પર પણ દબાણ છે. ગુરુમુર્તીએ સાથે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે નોટબંધીનું જે પગલુ લીધુ તે યોગ્ય છે. આ એક નાણાકીય પોખરણ સમાન જ છે. તેની મોટા પાયે સકારાત્મક અસર થશે.