Entertainment News: કરીના કપૂર (Kareena Kapoor) હિન્દી ફિલ્મ ઉદ્યોગની (Hindi Film Industry) સૌથી મોટી મહિલા કલાકારોમાંની એક ગણાય છે. તે બે દાયકાથી પણ વધુ લાંબી અને મજબૂત કારકિર્દી સાથે મોટું ફેન ફોલાઈંગ ધરાવે છે. કરીના કપૂૂર એકલા હાથે ફિલ્મને સફળતાની ઊંચાઈએ લઈ જઈ શકવા સક્ષમ છે. હાલમાં જ તેની ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ (The Buckingham Murders)સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે અને આ સાથે તેણે પોતાના કરિયરમાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. કરીનાએ બોલિવૂડમાં (Bollywood) 25 વર્ષ પૂરા કર્યા છે. આ સિદ્ધિની ઉજવણી કરવા PVR સિનેમાએ તેમના નામે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.
View this post on Instagram
કરીનાના નામે ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે
આ મલ્ટિ-સિટી ફિલ્મ ફેસ્ટિવલ (Film Festival) અભિનેત્રીની શાનદાર કારકિર્દીનું પ્રદર્શન કરશે. અભિનેત્રીના કેટલાક સૌથી વખાણાયેલા અને પ્રશંસાપાત્ર પાત્રો ફરી વખત એકવાર મોટા પડદા પર રજૂ થશે. ભારતમાં આવું પ્રદર્શન થવામાં અભિનેત્રી પ્રથમ હશે. અગાઉ દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન એવા બે અભિનેતા છે જેમના માટે ભૂતકાળમાં ફિલ્મ ફેસ્ટિવલ સમર્પિત કરવામાં આવ્યા છે. ફિલ્મ ફેસ્ટિવલનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં કરીનાની સૌથી મનપસંદ ફિલ્મો અને પાત્રોની ક્લિપ્સનો સમાવેશ થાય છે, જેમાં ‘કભી ખુશી કભી ગમ’ના પૂ, ‘જબ વી મેટ’ના ગીત અને ‘ચમેલી’માં મુખ્ય ભૂમિકાનો સમાવેશ થાય છે.
આ અંગે કરીનાએ પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. કેપ્શનમાં તેણે લખ્યું, ‘મારી નસોમાં લોહી, સ્ક્રીન પર જાદુ… મારું કામ જે મને ગમે છે… મારી અંદરની આગ… આગામી 25 માટે. આ સુંદર ઉત્સવના આયોજન માટે PVR અને INOX નો આભાર.
કરીના કપૂરની હિટ ફિલ્મો
કરીના કપૂરે વર્ષ 2000માં જેપી દત્તાની ફિલ્મ ‘રેફ્યુજી’થી અભિનયની શરૂઆત કરી હતી. ત્યારથી, તેણી પાસે 50 થી વધુ ફિલ્મો છે, જેમાં ચમેલી, કભી ખુશી કભી ગમ, યાદે, ઓમકારા, જબ વી મેટ, હિરોઈન, 3 ઈડિયટ્સ, કુરબાન, વી આર ફેમિલી, ઉડતા પંજાબ, બજરંગી ભાઈજાન અને લાલ સિંહ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. તેની આગામી ફિલ્મ રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં જોવા મળશે, જેમાં અજય દેવગન ફરીથી અભિનય કરવાનો છે.
આ પણ વાંચો:અભિનેત્રી કરીના કપૂરે HCની નોટિસનો આપ્યો જવાબ, જાણો શું છે મામલો
આ પણ વાંચો:શું હતી સૈફ અને કરીના વચ્ચેની લડાઈ? અભિનેત્રીએ જણાવ્યું ચોંકાવનારું કારણ
આ પણ વાંચો:કરીના-સેફ એકબીજાને જાહેરમાં Kiss કરતા જોવા મળ્યા, પાપારાઝીએ કહ્યું…