OMG!/ ફ્લાઇટ ટેક ઓફ થતા જ મહિલા ઉતારવા લાગી કપડા, ક્રુ મેમ્બરે રસ્સી વડે બાંધી દીધી અને પછી…

આવી અનેક કહાનીઓ દુનિયાભરમાંથી આવતી રહે છે, જે સાંભળીને તમે દંગ રહી જશો. આવી જ એક વિચિત્ર ઘટના તાજેતરમાં બની, આ ઘટના એટલી અલગ હતી કે તેના વિશે સાંભળીને તમામ આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં રશિયાની ફ્લાઇટમાં એક મહિલા વારંવાર તેના કપડા ઉતારવા પ્રયાસ કરતી હતી. ત્યારબાદ કેબિન ક્રૂએ તેને દોરડા અને ટેપની મદદથી સીટ પર […]

Ajab Gajab News
flight ફ્લાઇટ ટેક ઓફ થતા જ મહિલા ઉતારવા લાગી કપડા, ક્રુ મેમ્બરે રસ્સી વડે બાંધી દીધી અને પછી...

આવી અનેક કહાનીઓ દુનિયાભરમાંથી આવતી રહે છે, જે સાંભળીને તમે દંગ રહી જશો. આવી જ એક વિચિત્ર ઘટના તાજેતરમાં બની, આ ઘટના એટલી અલગ હતી કે તેના વિશે સાંભળીને તમામ આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં રશિયાની ફ્લાઇટમાં એક મહિલા વારંવાર તેના કપડા ઉતારવા પ્રયાસ કરતી હતી. ત્યારબાદ કેબિન ક્રૂએ તેને દોરડા અને ટેપની મદદથી સીટ પર બાંધી દીધી હતી.

ફ્લાઇટમાં કપડા ઉતારવા લાગી મહિલા

એક અહેવાલ મુજબ 39 વર્ષીય મહિલા ફ્લાઇટમાં ખૂબ જ અલગ જ વ્યવહાર કરી રહી હતી. મહિલા કેબિન ક્રૂ મેમ્બરની સૂચનાનું પણ પાલન કરતી ન હતી. પ્લેન ટેક ઓફ થતાની સાથે જ મહિલા તેની સીટ પરથી ઉભી થઈ અને કોઈ કારણ વગર ફરવા લાગી. મહિલા તેના કપડા ઉતારવાનો પ્રયાસ કરી રહી હતી અને કેબીન ક્રૂની સૂચનાઓનું પાલન કરતી ન હતી.

flightt ફ્લાઇટ ટેક ઓફ થતા જ મહિલા ઉતારવા લાગી કપડા, ક્રુ મેમ્બરે રસ્સી વડે બાંધી દીધી અને પછી...

યાત્રા દરમિયાન સીટ સાથે બાંધેલી રહી મહિલા

જ્યારે મહિલાએ કેબિન ક્રૂની સૂચનાઓ ન સાંભળી, ત્યારે તેણે તેને કાબૂમાં રાખવાની ફરજ પડી, તેણીને રસ્સી, ટેપની મદદથી બાંધી દીધી જેથી તેણી કપડા ઉતારી ન શકે. ત્યારબાદ સીટ પર બાંધી રહેલી હાલતમાં મહિલા પૂરી મુસાફરી કરી રહી હતી અને કેટલાક મુસાફરો તેમની પર નજર રાખી રહ્યા હતા. જ્યારે આ ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી હતી, ત્યારે જ આ મહિલાને બહાર કાઢવામાં આવી હતી અને રશિયન પોલીસે તેની ધરપકડ કરી હતી.

મહિલાએ લીધુ હતું ડ્રગ્સ

મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. ત્યાં જઇને આ મહિલાએ સ્વીકાર્યું કે તેણે વિમાનમાં ચઢ્યા પહેલા સિંથેટિક ડ્રગનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ અચાનક તેની હાલત કથળતી ગઈ. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. આ મહિલાને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી કારણકે જાણી શકાય તેને કેટલા પ્રમાણમાં દવા લીધી હતી.