Not Set/ શિવરાત્રિ બાદના બે દિવસ પણ છે અતિ પવિત્ર, કરો આ વિશેષ પૂજન

આજે મહશિવરાત્રિનું પર્વ છે અને તમે આજના દિવસે વિશેષ પૂજન અર્ચનનો લાભ લીધો હશે.જેઓ નોકરિયાત છે તેઓ સાંજે પણ ભક્તિભાવથી ભગવાન ભોળાનાથની પૂજાઅર્ચના કરી શકે છે. શિવરાત્રી નો મહિમા જગપ્રખ્યાત છે, આ દિવસે શિવ ના મંત્ર જાપ, રુદ્રીપૂજન, બિલ્વ અભિષેક વગેરે માટે ઉત્તમ દિવસ છે અને તેનું ફળ પણ વિશેષ છે, શિવ ભક્ત માટે આ દિવસ વિશેષ મહત્વ નો હોય […]

Uncategorized
DXaB LZVoAAu7lZ શિવરાત્રિ બાદના બે દિવસ પણ છે અતિ પવિત્ર, કરો આ વિશેષ પૂજન

આજે મહશિવરાત્રિનું પર્વ છે અને તમે આજના દિવસે વિશેષ પૂજન અર્ચનનો લાભ લીધો હશે.જેઓ નોકરિયાત છે તેઓ સાંજે પણ ભક્તિભાવથી ભગવાન ભોળાનાથની પૂજાઅર્ચના કરી શકે છે. શિવરાત્રી નો મહિમા જગપ્રખ્યાત છે, આ દિવસે શિવ ના મંત્ર જાપ, રુદ્રીપૂજન, બિલ્વ અભિષેક વગેરે માટે ઉત્તમ દિવસ છે અને તેનું ફળ પણ વિશેષ છે, શિવ ભક્ત માટે આ દિવસ વિશેષ મહત્વ નો હોય છે, તદુપરાંત જેમને વિષયોગ, ગ્રહણયોગ, ચાંડાલયોગ, કેમદ્રમયોગ, કાર્લસર્પયોગ કે જેમને કુંડળીમાં નિચસ્થ રાહુ કે કેતુ હોય તેમને આ દિવસે શિવ પૂજન, ભક્તિ કરવી ઉત્તમ ફળદાઈ કહી શકાય તદુપરાંત જે લોકો દરિદ્ર અવસ્થા ની પીડા ભોગવતું હોય તેમાં માટે શિવ દરિદ્રદહન ના પાઠ વાંચવા લાભદાઈ થઈ શકે છે.

આ ઉપરાંત વાત કરીએ આવતીકાલે તારીખ પની તો જાણીતા જ્યોતિષ તથા એસ્ટ્રોપામિસ્ટ હેમિલ લાઠિયાના જણાવ્યા અનુસાર મહાસુંદ ૧૪, તા.૫/૩/૨૦૧૯, મંગળવારના રોજ ઘનિષ્ઠ નક્ષત્ર ( મંગળ ગ્રહ નું નક્ષત્ર છે ) તે વીરરાત્રી દિવસ કહેવાય છે.

આ દિવસે તંત્રશાસ્ત્રમાં માનનાર તેમજ બગલામુખી માતા ના ભક્તમાટે વિશેષ ભક્તિનો મહિમા ધરાવે છે, જેમને સતત શત્રુ,હિતશત્રુ, ઈર્ષાળુ, ખટપટી, વ્યક્તિ થી હેરાનગતિ થતી હોય તેમના માટે આ દિવસે બગલામુખી માતાના પાઠ, કવચ,સ્તોત્ર,ચાલીસા જેવા પાઠ ભક્તિ કરવાથી લાભ થાય છે તદુપરાંત હનુમાન ચાલીસા કે બજરંગબાણ ના પાઠ પણ વાંચવા સારા કહી શકાય,

તો મહાસુદ ૩૦, અમાસ, તા.૬/૩/૨૦૧૯ બુધવાર, શતતારા નક્ષત્ર ( જે રાહુ ગ્રહ નું નક્ષત્ર ) પિતૃ પૂજા માટે

સોમવાર અને બુધવાર ની અમાસ પિતૃ પૂજા માટે વિશેષ મહત્વ ધરાવે છે, આ દિવસે બુધવાર રાહુ નક્ષત્ર અને અમાસ નો પિતૃપૂજા માટે ઉત્તમ દિવસ કહી શકાય, પિતૃ ની શાંતિ, સદ્દગતિ જેવા કોઈપણ કાર્ય કરવા, પીપળા ના વૃક્ષ ને જળ વડે પ્રદક્ષિણા ફરવી, વૃક્ષ નીચે પાતાસું કે ખીર પ્રસાદ તરીકે મુકવું, ગાય અને કુતરા ને રોટલી આપવી, શિવલિંગ પર જળ અને પંચામૃત વડે અભિષેક કરવો, વૈષ્ણવપંથી એ ગજેન્દ્રમોક્ષ ના પાઠ વાંચવા, તેમજ યથાશક્તિ દાનકર્મ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. ભાવિકો તેમની શ્રધ્ધા અને વ્યક્તિગત જાણકારી મુજબ પૂજન કરવું પણ યોગ્ય છે