Sports/ વાનખેડેમાં ફરી ગુંજ્યુ સચિનનું નામ, BCCIએ બે મહાન ક્રિકેટરોનું કર્યુ સન્માન, જુઓ VIDEO

IPL 2023ની 42મી મેચ ખૂબ જ ખાસ અને ઐતિહાસિક છે. IPLની આ 1000મી મેચ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ (MI vs RR) વચ્ચે 42મી મેચ વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

Top Stories Sports

IPL 2023ની 42મી મેચ ખૂબ જ ખાસ અને ઐતિહાસિક છે. IPLની આ 1000મી મેચ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ (MI vs RR) વચ્ચે 42મી મેચ વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

આ મેચની શરૂઆત પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બે મહાન ક્રિકેટરો સચિન તેંડુલકર અને કુમાર સંગાકારાનું સન્માન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે હાલમાં સચિન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ સાથે મેન્ટર તરીકે જોડાયેલા છે. અને કુમાર સંગાકારા રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ છે.

BCCI સેક્રેટરી જય શાહે સચિન તેંડુલકરને સ્મૃતિ ચિન્હ આપીને તેમનું સન્માન કર્યું હતું. તે જ સમયે, BCCI ટ્રેઝરર આશિષ શેલારે કુમાર સંગાકારાને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા.

સચિન તેંડુલકરના IPL કરિયરની વાત કરીએ તો તેણે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા 78 મેચમાં 2334 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 34.84 અને સ્ટ્રાઈક રેટ 119.82 હતો.

જયારે કુમાર સંગાકારાએ આઈપીએલમાં 62 મેચમાં 10 અડધી સદીની મદદથી 1567 રન બનાવ્યા છે. જણાવી દઈએ કે IPLની પ્રથમ મેચ 18 એપ્રિલ 2008ના રોજ રમાઈ હતી. આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી.