નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીએ રવિવારે (9 ફેબ્રુઆરી) ઇતિહાસ રચ્યો. આ દિવસ તેના માટે ખૂબ જ ખાસ રહ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચમાં વરુણને તક મળી. ભારતીય ટીમના પ્લેઇંગ-11માં સામેલ થઈને વરુણે ઇતિહાસ રચ્યો છે.
આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. યશસ્વી જયસ્વાલના સ્થાને વિરાટ કોહલીને સ્થાન મળ્યું. જ્યારે કુલદીપ યાદવની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી.
વરુણ ક્રિકેટ ઇતિહાસમાં બીજો ભારતીય બન્યો
આ પહેલા, ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીમાં 14 વિકેટ લીધા બાદ વરુણનો ODI ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે તેને ODI માં ડેબ્યૂ કરવાની તક મળી અને આ સાથે તેણે ઇતિહાસ રચ્યો. અત્યાર સુધીમાં વરુણે 18 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 33 વિકેટ લીધી છે.
33 વર્ષ અને 164 દિવસની ઉંમરે, વરુણ ચક્રવર્તીએ ટીમ ઈન્ડિયા માટે વનડે ડેબ્યૂ કર્યું અને આ સાથે તે 1974 પછી ભારતીય ટીમ માટે વનડે ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર ટીમ ઈન્ડિયાનો પ્રથમ ખેલાડી બન્યો.
Debut 🧢 ✅
Varun Chakaravarthy will make his first appearance for #TeamIndia in an ODI ✨
Updates ▶️ https://t.co/NReW1eEQtF#INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/TRah0L7gh9
— BCCI (@BCCI) February 9, 2025
વિકેટકીપર બેટ્સમેન ફારૂક એન્જિનિયરે 1974માં લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે 36 વર્ષ અને 138 દિવસની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, વરુણ ચક્રવર્તીનું નામ ઉમેરાયું છે અને તે ભારતીય ઇતિહાસમાં આવું કરનાર બીજો ક્રિકેટર બન્યો છે.
વરુણ ચક્રવર્તી પહેલા આ રેકોર્ડ અજિત વાડેકરના નામે હતો, જેમણે 33 વર્ષ અને 103 દિવસની ઉંમરે ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું. જે હવે યાદીમાં એક સ્થાન નીચે આવીને ત્રીજા સ્થાને આવી ગયા છે.
આ યાદીમાં દિલીપ દોશીનું નામ ચોથા સ્થાને આવે છે. જેમણે 1980માં મેલબોર્નના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 32 વર્ષ અને 350 દિવસની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તેમના પછી સૈયદ આબિત અલીનું નામ આવે છે અને તેમણે 1974માં ૩૨ વર્ષ અને ૩૦૭ દિવસની ઉંમરે લીડ્સના મેદાન પર ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું.
ભારત માટે ODI માં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી:-
36 વર્ષ 138 દિવસ – ફારુખ એન્જિનિયર વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લીડ્સ 1974
33 વર્ષ 164 દિવસ – વરુણ ચક્રવર્તી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કટક 2025
33 વર્ષ 103 દિવસ – અજિત વાડેકર વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લીડ્સ 1974
32 વર્ષ 350 દિવસ – દિલીપ દોશી વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 1980
32 વર્ષ 307 દિવસ – સૈયદ આબિદ અલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લીડ્સ 1974
આ પણ વાંચો: સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ટી-20 શ્રેણીમાં 4-1થી હરાવ્યું
આ પણ વાંચો: પર્થ ટેસ્ટના 24 કલાક પહેલા BCCIની મોટી જાહેરાત, ગિલના સ્થાને આ ખતરનાક બેટ્સમેને ઇંગ્લેન્ડને ઉડાવી દીધું
