ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin tendulkar)ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સચિનન કોરોના પોઝિટિવ (Corona Positive) થયાના થોડાક જ દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે, હવે તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્થયા છે. હવે સચિન ઘરમાં આઈસોલેશનમાં રહેશે. આ અંગેની જાણકારી તેમણે ખૂદ સોશિયલ મીડિયા પર આપી હતી.
— Sachin Tendulkar (@sachin_rt) April 8, 2021
સચિને ટ્વિટ કરી હતી કે, “હું હોસ્પિટલથી ઘરે આવ્યો છું, પરંતુ હાલમાં આઈસોલેશનમાં રહીશ અને કોરોના પ્રોટોકોલનું પાલન કરીશ. હું તે તમામ લોકોનો આભાર માનું છું કે જેમણે મારા માટે પ્રાર્થના કરી અને શુભેચ્છા પાઠવી. હું મેડિલ સ્ટાફને પણ આભાર માનું છું, તેઓએ મારી ખૂબ સારી સંભાળ રાખી. ”
