Teaser/ પરિણીતી ચોપરાની ફિલ્મ ‘સાયના’નું ટીઝર રિલીઝ, બેડમિન્ટન ચેમ્પિયનના અંદાજમાં જોવા મળી અભિનેત્રી

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાની આગામી ફિલ્મ ‘સાઇના’ નું ઓફિશિયલ ટીઝર ગુરુવારે રિલીઝ થયું છે.

Entertainment
A 78 પરિણીતી ચોપરાની ફિલ્મ 'સાયના'નું ટીઝર રિલીઝ, બેડમિન્ટન ચેમ્પિયનના અંદાજમાં જોવા મળી અભિનેત્રી

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાની આગામી ફિલ્મ ‘સાઇના’ નું ઓફિશિયલ ટીઝર ગુરુવારે રિલીઝ થયું છે. આ ફિલ્મ બેડમિંટન ચેમ્પિયન સાઇના નેહવાલની બાયોપિક છે. ટીઝરમાં પરિણીતી ચોપડા એકદમ સાયના નેહવાલના લુકમાં નજર આવી રહી છે. સાયના ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ તે વાયરલ થઈ રહી છે. ટીઝરમાં ફિલ્મના મહત્વના પાસાં પ્રેક્ષકોમાં સારી રીતે રજૂ થયા છે.

‘સાઈના’ના ટીઝરની શરૂઆતમાં લિંગ ભેદભાવનો મુદ્દો બતાવવામાં આવ્યો છે. પરિણીતીના વોઈસઓવરમાં કહેવામાં આવ્યું છે કે, ‘દેશમાં સવા સો કરોડની વસતીમાં અડધી મહિલાઓ છે, પરંતુ યુવકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને યુવતીઓનું જીવન રસોડામાં શરૂ થઈને લગ્નમાં પૂરું થઈ જાય છે. ટીઝરમાં સાઈનાની ઉપલબ્ધિઓના વિઝ્યુઅલ્સને હાઈલાઈટ કરવામાં આવ્યા છે’.

Instagram will load in the frontend.

ટીઝર શૅર કરીને પરિણીતીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને અમોલ ગુપ્તેએ ડિરેક્ટ કરી છે. માનવ કૌલ કોચ પી ગોપીચંદના રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે પહેલાં આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને લેવામાં આવી હતી. તેણે ફિલ્મ માટે ટ્રેનિંગ પણ લીધી હતી. જોકે, પછી ડેટ્સની સમસ્યા થતાં શ્રદ્ધાએ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.