ખુલ્લી ધમકી/ સલમાન ખાનનો જીવ જોખમમાં! આ ગેંગસ્ટરના નિશાના પર ભાઇજાન,મોકો મળશે તો ચોક્કસ મારીશું…

ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારનું કહેવું છે કે સલમાન ખાન પણ તેના નિશાના પર છે, જો તક મળશે તો તે તેને ચોક્કસ મારી નાખશે.

Top Stories Entertainment
3 3 1 સલમાન ખાનનો જીવ જોખમમાં! આ ગેંગસ્ટરના નિશાના પર ભાઇજાન,મોકો મળશે તો ચોક્કસ મારીશું...

ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારનું કહેવું છે કે સલમાન ખાન પણ તેના નિશાના પર છે, જો તક મળશે તો તે તેને ચોક્કસ મારી નાખશે. ગોલ્ડી બ્રારે એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે. આ સાથે તેમણે અનેક બાબતો પર પૂછાયેલા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. તેણે એ પણ જણાવ્યું કે તેની ગેંગ ખાલિસ્તાનના વિચારને સમર્થન આપતી નથી.

ગોલ્ડી બ્રાર એક એવો ગુનેગાર છે, જે દેશની બહાર બેસીને ગુનાહિત ગતિવિધિઓ કરે છે. ભારતની તમામ એજન્સીઓ તેને શોધી રહી છે. ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. કેનેડિયન પોલીસની વોન્ટેડ લિસ્ટમાં પણ તેનું નામ સામેલ છે. તેના માથા પર 1.5 કરોડનું ઈનામ રાખવામાં આવ્યું છે. પરંતુ ગોલ્ડી હજુ પણ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની પહોંચથી બહાર છે.

કુખ્યાત ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે એક ન્યુઝ ચેનલમાં પોતાના ઈન્ટરવ્યુમાં તેણે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવતા ગોલ્ડીએ કહ્યું કે અભિનેતા સલમાન ખાન પણ અમારા નિશાના પર છે, જો તક મળશે તો તે ચોક્કસ મારી નાખશે. સાથે જ તેણે સ્પષ્ટતા કરી હતી કે તે ખાલિસ્તાનને સમર્થન નથી કરતો અને ન તો તેની ISI સાથે મિત્રતા છે.

વર્ષ 1998માં કાળા હરણ શિકાર કેસમાં અભિનેતા સલમાન ખાનનું નામ સામે આવ્યું હતું. ત્યારથી બિશ્નોઈ સમુદાયે સલમાન ખાનનો વિરોધ શરૂ કર્યો હતો. તેમની ફિલ્મોનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું. તેમની ફિલ્મોના ગીતો પણ આ સમાજમાં સંભળાતા નથી. સલમાન તેના માટે ખરાબ માણસ બની ગયો હતો. આમ તો આ સમાજના સામાન્ય લોકો સલમાન વિરુદ્ધ બહુ અવાજ ઉઠાવી શક્યા ન હતા, પરંતુ જ્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ લાઇમલાઇટમાં આવ્યા અને ગુનાખોરીની દુનિયામાં તેનો સિક્કો ચાલવા લાગ્યો ત્યારે તેણે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી. એવું પણ ઘણી વાર બન્યું છે કે જ્યારે સલમાન ખાન કાળિયાર શિકારના કેસમાં જોધપુર કોર્ટમાં હાજર થવાનો હતો ત્યારે સલમાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ અથવા તેના કોઈ સાગરિતો તરફથી ધમકીઓ મળ્યા બાદ સુરક્ષાનો હવાલો આપીને કોર્ટ સુધી પહોંચ્યો નહોતો.

આતંકવાદી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બિશ્નોઈ સમાજનો છે. જે મૂળભૂત રીતે જોધપુર પાસેના પશ્ચિમી થાર રણનો છે. આ સમાજ પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ માટે જાણીતો છે. બિશ્નોઈ સમાજમાં પ્રાણીઓને ભગવાન અને ખાસ કરીને હરણ માનવામાં આવે છે. તેથી જ આ સમાજના લોકો હરણ અને અન્ય પ્રાણીઓ માટે પોતાનો જીવ જોખમમાં મુકવામાં પાછળ પડતા નથી. તેઓ કાળા હરણની પૂજા કરે છે. વાસ્તવમાં આ લોકો હરણને ભગવાનની જેમ માને છે અને તેનું રક્ષણ કરે છે. રાજસ્થાનના કેટલાક ગામોમાં આજે પણ મહિલાઓ હરણના બાળકોને પોતાનું દૂધ પીવે છે. થોડા વર્ષો પહેલા એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેમાં એક મહિલા હરણના બચ્ચાને પોતાનું દૂધ પીવડાવી રહી હતી.