સલમાન ખાનની મોસ્ટઅવેટેડ ફિલ્મ રાધે આજે ઓનલાઈન રિલીઝ થઈ છે. આ ફિલ્મ 2020માં જ રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનના કારણે તેની રિલીઝ ટાળવામાં આવી હતી. ત્યારથી સલમાનના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ વર્ષે ઈદના પર્વ પર સલમાનની ફિલ્મ ઓનલાઈન રિલીઝ કરી દેવામાં આવી છે.
કોરોના મહામારીના કારણે આ ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ થઈ શકી નથી. પરંતુ લોકોનો ફિલ્મને લઈને ઉત્સાહ ટ્વીટર પર જોવા મળી રહ્યો છે. ટ્વીટર પર રાધે ફિલ્મ સવારથી ટ્રેંડ કરી રહ્યું છે.
રાધે ફિલ્મની ઓનલાઈન સ્ટ્રીમિંગ ZeePlex પર થવાનું છે. ફિલ્મ બપોરે 12 કલાકે સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મ ઓનલાઈન ફ્રીમાં જોવા મળશે નહીં. તેના માટે દર્શકોએ પે પર વ્યુના હિસાબથી પૈસા ચુકવવા પડસે. એટલે કે આ ફિલ્મને જોવા માટે દર વખતે દર્શકોએ 249 રૂપિયા ચુકવવા પડશે. ફિલ્મને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં સલમાન સાથે દિશા પટ્ટણી છે સાથે જ જૈકી શ્રોફ, ગૌતમ ગુલાટી પણ જોવા મળશે.
