મનોરંજન/ સલમાનની ફિલ્મ ‘રાધે’ ને UAE માં મળી જબરદસ્ત ઓપનિંગ

સલમાન ખાનની ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનો આજે જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આખરે સલમાને તેનુ કમિટમેન્ટ પૂર્ણ કર્યુ છે. તેણે ચાહકોને ઈદ પર એક ફિલ્મનું વચન આપ્યું હતું અને પ્રેક્ષકોને ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ની ભેટ આપી છે.

Entertainment

સલમાન ખાનની ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનો આજે જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આખરે સલમાને તેનુ કમિટમેન્ટ પૂર્ણ કર્યુ છે. તેણે ચાહકોને ઈદ પર એક ફિલ્મનું વચન આપ્યું હતું અને પ્રેક્ષકોને ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ની ભેટ આપી છે. સલમાન ખાનની ફિલ્મ રાધે આજે રિલીઝ થઈ છે. બપોર 12 વાગ્યાથી તમે તેને ZeePlex અને Zee5 પર જોઇ શકશો. આ સિવાય આ ફિલ્મનો પ્રીમિયર યુએઈમાં થઈ ચૂક્યો છે. યુએઈમાં, સોશિયલ મીડિયા પર પ્રેક્ષકોનાં રિવ્યૂ સામે આવી રહ્યા છે. ફિલ્મ જોયા પછી ચાહકો તેને વર્ષ 2021 ની બ્લોકબસ્ટર કહી રહ્યા છે.

Bollywood / એક્ટર જ્હોન અબ્રાહમને ભારે પડ્યો હતો હેવી બાઇકસનો શોખ, જાણો તેઓએ શું કર્યું હતું….

સલમાનનાં ચાહકોએ સોશિયલ મીડિયા પર ‘રાધે’ ફિલ્મ વિશે અનેક ટ્વીટ્સ કર્યા છે. યુએઈમાં, સોશિયલ મીડિયા પર પ્રેક્ષકોનાં સતત રિવ્યૂ આવી રહ્યા છે. સલમાન ખાનનાં વિદેશમાં રહેતા ચાહકો ટ્વિટર પર રિવ્યૂ પોસ્ટ કરી રહ્યા છે. યુએઈ પહેલા ગ્લોબલ પ્રીમિયરમાં સલમાન ખાનની ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. દર્શકો કહે છે કે સલમાન ખાનની રાધે એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે, જે જોવામાં ખૂબ જ મજેદાર છે. દુબઈથી દર્શકો સતત ટ્વિટર પર પોતાના રિવ્યૂ શેર કરી રહ્યાં છે, જેને જોઇને રાધેની ટીમનાં ચહેરા પર સ્માઇલ આવી જશે.

દુઃખદ અવસાન / ‘શક્તિમાન’ ફેમ મુકેશ ખન્નાના મોતની અફવાઓ વચ્ચે બહેનનું થયું નિધન

આપને જણાવી દઇએ કે, આ ફિલ્મ મે 2020 માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાનાં કારણે તે શક્ય થઈ શક્યું નહીં. ત્યારબાદ જાન્યુઆરી 2021 માં, જ્યારે લાગ્યું કે કોરોનાનાં કેસ હવે ઓછા થઇ રહ્યા છે, ત્યારે સલમાન ખાને Zee5 સાથેનાં સોદા પર હસ્તાક્ષર કર્યા અને ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ પર 230 કરોડ રૂપિયામાં તમામ રાઇટ્સ વેચી દીધા. સિનેમા હોલ દેશનાં મોટા ભાગનાં ભાગોમાં બંધ છે, તેથી આ ફિલ્મ ફક્ત ઓટીટી પ્લેટફોર્મ ZeePlex પર રિલીઝ થઈ રહી છે. જો કે, યુએઈ, યુએસએ અને ઓસ્ટ્રેલિયા સહિત કેટલાક દેશોમાં, આ ફિલ્મ મોટા પડદા પર પણ જોઇ શકાય છે.