Morbi/ પોલિસ જવાનના પ્રશંસનીય અભિગમને સેલ્યુટ

મોરબી તાલુકા પોલિસ સ્ટેશન ના પોલિસ કોન્સ્ટેબલ તેજસભાઈ વિડજા ના માનવીય અભિગમ નું દ્રશ્ય આમજનતા પ્રશંસનીય રહયું હતું. આ સમયે મતદાન કરવા આવેલ અસંખ્ય ગ્રામજનો આ દ્રશ્ય જોઈ અચંબિત થઇ ગયા હતા.

Gujarat Others Trending Gram Panchayat Election 21
તેજસભાઈ વિડજા પોલિસ જવાનના પ્રશંસનીય અભિગમને સેલ્યુટ

ગ્રામ પંચાયત ની ચૂંટણી માં લાકડી ના ટેકે ડગમગ ચાલે મતદાન કરવા આવી રહેલા આસરે 90 વર્ષીય એક વૃધ્ધા ને જોઈ બંદોબસ્ત માં રહેલા પોલિસ કોન્સ્ટેબલ તેજસભાઈ વિડજા નું હૃદય ધ્રુજી ઉઠ્યું હતું એકલા એકલા મતદાન કરવા આવી રહેલા માજી નજરે પડતા ની સાથેજ દોડી જઈ બે હાથ વડે તેડીને મતદાન મથક સુધી પહોંચાડતા કરી માનવતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પડયું હતું.

ગત તારીખ 19/12/2021 રવિવાર ના રોજ ખેવારીયા (તા.મોરબી) ગ્રામ પંચાયતની યોજાયી ગયેલ સામાન્ય ચૂંટણી પ્રસંગે ફરજ પર રહેલા મોરબી તાલુકા પોલિસ સ્ટેશન ના પોલિસ કોન્સ્ટેબલ તેજસભાઈ વિડજા ના માનવીય અભિગમ નું દ્રશ્ય આમજનતા પ્રશંસનીય રહયું હતું. આ સમયે મતદાન કરવા આવેલ અસંખ્ય ગ્રામજનો આ દ્રશ્ય જોઈ અચંબિત થઇ ગયા હતા.

પોલિસ વાળા અમુક કર્મચારીઓની મેલી મથરાવટી ને કારણે પોલિસ હંમેશા બદનામ થતી રહે છે સામાન્ય પ્રજા મોટેભાગે પોલીસને જોઈને દૂર ભાગે છે. પરંતુ અહીંના દ્રશ્ય જોઈને ગ્રામજનો પોલીસ જવાનને શાબાસી આપવા ટોળે વળી ગયા હતા .પોલીસ કઠોર હૃદયના નથી તેનામાં પણ સંવેદનાઓ પડેલી છે પોલીસ પ્રજા ના રક્ષક અને મિત્ર છે તેવી પ્રતીતિ જોવા મળી હતી. માનવતાવાદી પોલીસ જવાન તેજસભાઈ વિડજાને અત:કરણ થી ધન્યવાદ.

પરિવર્તન / માતાના બીજા લગ્ન બાદ દીકરીએ લખી આવી પોસ્ટ, લોકોએ કહ્યું, –