Anand News: આણંદમાં મહીસાગર નદીમાં રેતી ખનનને લઈને રેતી ખનન માફિયા બેફામ બન્યા છે. મંતવ્ય ન્યૂઝના મેગા ઓપરેશન “કુદરતના દુશ્મન”માં રેતી ખનન માફિયા બેફામ બન્યા છે. આ ઓપરેશનમાં નદીના બંને કાંઠે ચાલતી રેતી ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
રેતમાફિયા બેફામ ક્યારે બને જ્યારે તેના પર તંત્રના ચાર હાથ હોય અને અથવા તેના અધિકારીઓની ભાગીદારી હોય કે ત્યારે બને. આ કિસ્સામાં પણ તેવું જ છે. મંતવ્ય ન્યૂઝે ખાણખનીજ વિભાગની મિલીભગતની પોલ ખોલી છે.
મંતવ્ય ન્યૂઝના ઇન્વેસ્ટિગેશનમાં સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે રેત ખનન માફિયાઓને ગેરકાયદેસર રીતે રેતીના ખનનનો છૂટો દોર મળી ગયો છે. વડોદરાથી આંકલાવ સુધી રેતખનન માફિયા બેફામ છે. આણંદ ખાણખનીજ વિભાગના અધિકારી રવિ મિસ્ત્રીમાં તેમાં સંડોવણી હોવાનું સૂત્રોનું કહેવું છે. તેમની મીઠી નજર હેઠળ જ આ રેતખનન માફિયા બિન્દાસ્તપણે રેતી ચોરી કરી રહ્યા છે. વડોદરાથી આંકલાવ સુધી રેતીની આ પ્રકારની ચોરી બેફામ ચાલી રહી છે.
સ્થાનિક વર્તુળોમાં રેતી ખનન માફિયા (સેન્ડ માફિયા)ની સ્થાનિક અધિકારીઓ સાથે સંડોવણીની ચર્ચા છે. રેતી ખનન માફિયાઓનો વહીવટદાર સંકેત પટેલ હોવાની પણ ચર્ચા છે. નદીમાં બોટ ઉતારીને પાણીનો નિકાલ કરીને રેત માફિયા રેતીનું ખનન કરે છે.
નદીમાંથી આ રીતે થતી રેતી ચોરીના કારણે જળચર પ્રાણીઓના જીવનું જોખમ ઊભું થયું છે. આખા વિસ્તારની જળસૃષ્ટિ આ રેતખનન માફિયાઓના લીધે જોખમાઈ રહી છે. આ રીતે ગેરકાયદેસર રેત ખનન માફિયાઓ સામે કાર્યવાહી ક્યારે થશે તે સો મણનો સવાલ છે. પોલીસ અને ખાણ ખનીજ વિભાગ મૂક પ્રેક્ષક બની જોયા કરશે અને તેઓ બેફામ રેત ચોરી કરશે.
આ આખી ઘટનામાં સંડોવાયેલા રવિ મિસ્ત્રી સામે ક્યારે પગલાં લેવામાં આવશે. બીજો સવાલ એ છે કે રવિ મિસ્ત્રી પણ કોના આશીર્વાદથી રેત ખનન માફિયાઓને આ છૂટ આપી શક્યો છે. આ ઉપરાંત નફ્ફટ વહીવટદાર સંકેત પટેલ પર કોનો હાથ છે. ગુજરાતની સંપત્તિને નુકસાન કરનારા આ માફિયા સામે કાર્યવાહી ક્યારે થશે. સરકાર ક્યારે તેમના પર ત્રાટકશે, શું આ માફિયાઓને રેતીના ખનન માટે આપવામાં આવેલો છૂટો દોર જારી રહેશે.
આ પણ વાંચો: ગેરકાયદેસર રેતી ખનન માફિયા પર ફ્લાઇગ સ્કોઉડના દરોડા