Bollywood/ સંજય દત્તે પોતાના જન્મદિવસે KGF-2 નો એક ખતરનાક Look કર્યો શેર

સંજય દત્તે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મ સાથે જોડાયેલી માહિતી શેર કરી છે અને આ ફિલ્મનો એક લૂક પણ શેર કર્યો છે. ફિલ્મ અંગે ચાહકોમાં એક્સાઇટમેન્ટ જોઇને સંજય દત્તે ટ્વીટ કર્યું છે.

Entertainment
11 599 સંજય દત્તે પોતાના જન્મદિવસે KGF-2 નો એક ખતરનાક Look કર્યો શેર

બોલિવૂડ ઉદ્યોગનું એક નામ જે વિવાદોમાં ઘેરાયેલા હોવા છતાં ચાહકોનાં દિલ પર રાજ કર્યુ છે. 29 જુલાઈ 1959 નાં રોજ જન્મેલા સંજય દત્ત આજે પોતાનો 62 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સંજય દત્ત આજકાલ તેની ઘણી ફિલ્મ્સ માટે હેડલાઇન્સ બનાવી રહ્યા છે. જેમાંથી એક KGF-2 છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે સંજય દત્તે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મ સાથે જોડાયેલી માહિતી શેર કરી છે અને આ ફિલ્મનો એક લૂક પણ શેર કર્યો છે.

આ પણ વાચો – અકસ્માત / ધનબાદ જજનાં આકસ્મિક મોતનો મામલો SC સુધી પહોંચ્યો, CCTV ફૂટેજ આવ્યા સામે

ફિલ્મ અંગે ચાહકોમાં એક્સાઇટમેન્ટ જોઇને સંજય દત્તે ટ્વીટ કર્યું છે કે, ‘જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા બદલ તમારો ખૂબ આભાર, #KGFChapter2 પર કામ કરવાનું અદભૂત રહ્યું છે. હું જાણું છું કે તમે બધા લાંબા સમયથી ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છો અને હું તમને ખાતરી આપું છું કે તે રાહ જોવી યોગ્ય પણ રહેશે. KGF નાં ડિરેક્ટર પ્રશાંત નીલ આ ફિલ્મ 16 જુલાઇએ થિયેટરોમાં રિલીઝ કરવા માટે તૈયાર હતા, પરંતુ દેશવ્યાપી કોરોના વાયરસ મહામારીનાં કારણે ફિલ્મની રિલીઝની તારીખ લંબાવી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં, અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે.

આ પણ વાચો – Earthquake / ભૂકંપના શક્તિશાળી ઝટકાઓથી ધ્રુજી ઉઠ્યો અમેરિકાનો અલાસ્કા પ્રાયદ્વીપ, સુનામીની ચેતવણી કરાઈ જાહેર

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સંજય દત્ત અધિરાનાં Look માં જોવા મળશે. સંજય દત્તનો આ ડેડલી અવતાર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. KGFChapter-2 માં સંજય દત્ત ઉપરાંત રોકિંગ સુપરસ્ટાર યશ, રવીના ટંડન જેવા દિગ્ગજ કલાકારો સાથે જોવા મળશે. વિજય કિરાગંદુર દ્વારા પ્રોડ્યુસ KGF2 ને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ રિલીઝ કરશે. આ ફિલ્મ હિન્દી સહિત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.