Viral Video/ સપના ચૌધરી હાથમાં બંદૂક અને ગુસ્સેથી ભરાયેલી જોવા મળી, જુઓ તેનો નવો અંદાજ

હરિયાણવી ડાન્સર સપના ચૌધરી તેના ડાન્સને કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે. ત્યારે ફેન્સને પણ સપના ચૌધરીનો ડાન્સ ખૂબ પસંદ આવી રહ્યો છે

Videos

હરિયાણવી ડાન્સર સપના ચૌધરી તેના ડાન્સને કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે. ત્યારે ફેન્સને પણ સપના ચૌધરીનો ડાન્સ ખૂબ પસંદ આવી રહ્યો છે. સપના ચૌધરી આજકાલ તેના મ્યુઝિક આલ્બમને લઈને ઘણી ચર્ચામાં છે. આવી સ્થિતિમાં તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે હાથમાં બંદૂક લઈને ચાલતી નજરે પડે છે.

આ દરમિયાન તે એકદમ ગુસ્સે જોવા મળી રહી છે. આ વીડિયો સપનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં સપનાએ લખ્યું છે કે યુદ્ધ લડો થામ યુદ્ધ લડો – ઉઠો નારીયો પોતે લડો. સપનાનો આ અંદાજ દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સપનાનાં આ નવા પ્રોજેક્ટનું નામ ગુંડી છે. જેનો પહેલો લુક સપનાએ તાજેતરમાં શેર કર્યો છે. આ વીડિયોમાં સપનાનો લુક જોવા જેવો છે. સપનાનાં આ વીડિયોને 64 હજારથી વધુ લાઈક્સ મળી છે. આપને જણાવી દઈએ કે, સપના ચૌધરી સામે તાજેતરમાં જ દિલ્હી પોલીસની આર્થિક ગુનાખોરી શાખાએ મની લોન્ડરિંગ, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. પી એન્ડ એમ મૂવીઝ પ્રાઇવેટ લિમિટેડનાં ડાયરેક્ટર પવન ચાવલાએ સપના સામે ફરિયાદ નોંધાવી છે.

https://www.instagram.com/p/CLThpQmArKi/?utm_source=ig_web_copy_link

સપના ચૌધરી વિશે સમાચાર હતા કે, તે રવિ કિશન અને મનોજ તિવારી સાથે & ટીવીની ક્રાઇમ સીરીઝ ‘મૌકા-એ-વરદાત’માં જોવા મળશે. ‘મૌકા-એ-વારદાત’ વાસ્તવિક સ્થળો પર આધારિત, આ ક્રાઈમ સીરીઝ વિવિધ વાર્તાઓ સાથે અકલ્પનીય ક્રાઈમ અને તેની પાછળનાં રહસ્યો, દ્રષ્ટિકોણ અને કાર્યપદ્ધતિને ઉજાગર કરશે. સપના ચૌધરીની કારકિર્દીની વાત કરીએ તો તેણીએ હરિયાણાની ઓર્કેસ્ટ્રા પાર્ટીથી શરૂઆત કરી હતી. ધીરે ધીરે સપના ચૌધરીએ હરિયાણા અને નજીકનાં રાજ્યોમાં રાગિનીનાં કાર્યક્રમો લેવાનું શરૂ કર્યું અને તેની લોકપ્રિયતા વધતી જ ગઈ. ત્યારબાદ સપના ચૌધરી પણ ‘બિગ બોસ 11’ નો ભાગ બની હતી અને બાદમાં તેની લોકપ્રિયતાએ એક નવો વળાંક લીધો હતો.

Viral Video / નોરા ફતેહીએ ‘સાકી સાકી’ સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, તમે પણ જુઓ આ વિડીયો

Viral Video / મગરે કર્યો શાર્કનો શિકાર, જુઓ આ ખતરનાક વીડિયો?

Viral Video / વૃદ્ધ મહિલાએ પોતાના 100 માં જન્મદિવસ પર કર્યો ઝૂમીને ડાન્સ, જુઓ આ ખાસ વીડિયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ