બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને તેના ચાહકો માટે રોજ નવા ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં સારાએ સોશિયલ મીડિયા પર ઓરેન્જ કલરની બિકીની લુકમાં તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સારા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બિકીની લુકની તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. સારા અલી ખાન આ દિવસોમાં વેકેશન માટે માલદીવમાં છે. આ સુંદર બીચ પરથી સારાએ તેની ઓરેન્જ બિકિનીમાં હોટ પિક્ચર્સ શેર કરી છે જે એકદમ વાયરલ થઈ રહી છે.

ફોટો શેર કરતી વખતે સારાએ કેપ્શનમાં લખ્યું હતું- વિટામિન સી નો ડેલી ડોઝ. આ તસવીરોમાં સારા બીચ પર તડકાની મજા લઇ રહ્યા છે. સારાની આ તસવીરોને અત્યાર સુધીમાં 1.4 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.

અગાઉ સારાએ વાદળી બિકીની લુકમાં તેના ફોટા શેર કર્યા હતા સારાના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને આ આંકડો દરરોજ વધતો જાય છે.

સારાની આ તસવીરો પણ સારી પસંદ કરવામાં આવી હતી. આના પર પણ ચાહકોએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો.

સારા અલી ખાને વર્ષ 2018 માં ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ લોકોને પસંદ આવી હતી. અને આ ફિલ્મમાં તેનો અપોજિટ સુશાંત સિંહ રાજપૂત હતો. એ વર્ષે, તેણે સિમ્બામાં બીજી ફિલ્મ કરી હતી.

છેલ્લ તે વરૂણ ધવન સાથેની ફિલ્મ કુલી નંબર વન માં જોવા મળી હતી,હાલ તે સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે.

બોલિવૂડના નવાબ પરિવાર સાથે સંકળાયેલી સારા અલી ખાન આજે ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રીઓમાં શામેલ છે.

તાજેતરમાં સારા પણ તેની માતા સાથે અજમેર શરીફની દરગાહ ગઈ હતી. સારા તેની માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમની ખૂબ નજીક છે. તે ઘણીવાર તેની માતા અને ભાઈ સાથે એન્જોય કરતી જોવા મળે છે.
