Not Set/ વિવાદિત નિવેદન આપવા મામલે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સત્યપાલ સિંહ સત્તીને ચુંટણી પંચે આપી નોટીસ

નવી દિલ્હી, લોકસભાની ચુંટણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે નેતાઓ પોતાની જુબાન પર કંટ્રોલ રાખવાનું જાણે ભૂલી જ ગયા છે. બુધવારે મંડીથી ભાજપનાં ઉમેદવાર રામસ્વરૂપ શર્માનાં નામાંકન બાદ જનસભાને સંબોધતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સત્યપાલ સત્તીએ એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ, જે બાદ ચુંટણી પંચે કડક વલણ અપનાવતા સત્તીને નોટીસ આપી છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સત્યપાલ […]

India Politics
sattiii વિવાદિત નિવેદન આપવા મામલે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સત્યપાલ સિંહ સત્તીને ચુંટણી પંચે આપી નોટીસ

નવી દિલ્હી,

લોકસભાની ચુંટણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે નેતાઓ પોતાની જુબાન પર કંટ્રોલ રાખવાનું જાણે ભૂલી જ ગયા છે. બુધવારે મંડીથી ભાજપનાં ઉમેદવાર રામસ્વરૂપ શર્માનાં નામાંકન બાદ જનસભાને સંબોધતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સત્યપાલ સત્તીએ એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ, જે બાદ ચુંટણી પંચે કડક વલણ અપનાવતા સત્તીને નોટીસ આપી છે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સત્યપાલ સિંહ સત્તીએ વિવાદને સામે બારણે બોલાવ્યુ છે. તેમણે જનસભાને સંબોધતા કહ્યુ કે, મોદી વિરુદ્ધ જે પણ આંગળી ઉઠશે તેને કાંપી હાથમાં પકડાવી દેવામાં આવશે. જે સમયે સત્યપાલ સત્તી આ વિવાદિત નિવેદન આપી રહ્યા હતા ત્યારે તે મંચ પર મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પૂર્વ સીએમ શાંતા કુમાર જેવા વરિષ્ઠ પાર્ટીનાં નેતા પણ હાજર હતા.