Not Set/ સૌરાષ્ટ્ર : તુવેરમાં ભેળસેળનું સામે આવ્યુ કૌભાંડ, રૂપિયા 90 લાખનો જથ્થો કરાયો સીઝ, 7 વિરુદ્ધ દાખલ કરાયો ગુનો

સૌરાષ્ટ્ર, દેશમાં જ્યા ખેડૂતોને ટેકાનાં ભાવ મળતા નથી ત્યારે બીજી તરફ તુવેરમાં ભેળસેળ થયો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. સરકાર દ્વારા કેસોદમાં ખેડૂતો પાસેથી સારી ગુણવત્તાવાળી તુવેરની ખરીદી કરવામાં આવી અને તેમા નબળી નીકળી તેને છારણી મારવા કહેવાયુ ત્યારે હવે નબળી તુવેર ક્યાંથી આવી તે એક મોટો સવાલ બન્યો છે. હજુ મગફળી કૌભાંડને થોડો […]

Top Stories Gujarat Others
tuver schame111 junagath સૌરાષ્ટ્ર : તુવેરમાં ભેળસેળનું સામે આવ્યુ કૌભાંડ, રૂપિયા 90 લાખનો જથ્થો કરાયો સીઝ, 7 વિરુદ્ધ દાખલ કરાયો ગુનો

સૌરાષ્ટ્ર,

દેશમાં જ્યા ખેડૂતોને ટેકાનાં ભાવ મળતા નથી ત્યારે બીજી તરફ તુવેરમાં ભેળસેળ થયો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. સરકાર દ્વારા કેસોદમાં ખેડૂતો પાસેથી સારી ગુણવત્તાવાળી તુવેરની ખરીદી કરવામાં આવી અને તેમા નબળી નીકળી તેને છારણી મારવા કહેવાયુ ત્યારે હવે નબળી તુવેર ક્યાંથી આવી તે એક મોટો સવાલ બન્યો છે. હજુ મગફળી કૌભાંડને થોડો સમય થયો છે ત્યારે તુવેરમાં પણ ગોલમાલની ખબર સામે આવતા અંદરો-અંદર કોઇ મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોય તેવુ સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે પુરવઠા વિભાગે કુલ 3241 કટ્ટા તુવેર સાથે રૂપિયા 90 લાખનો જથ્થો સીઝ કરીને કુલ સાત લોકો પર ગુનો નોંધાવ્યો છે.

મગફળી બાદ હવે તુવેર કૌભાંડ સામે આવતા અધિકારીઓ એલર્ટમોડમાં આવી ગયા છે. આ અંગે વધુ જાણકારી આપવા જામકંડોરણાથી રાદડિયાએ એક પ્રેસ કોન્ફરંન્સ કરી જણાવ્યુ કે, તુવેરની ખરીદીમાં કોઇ કૌભાંડને આચરવામાં આવ્યુ નથી. આ ખરીદીમાં પારદર્શિતા રાખવામાં આવી છે. સાથે તેમણે કહ્યુ કે, જે લોકોએ હલકી ગુણવત્તાવાળી તુવેરની ભેળસેળ કરી છે તેને છોડવામાં આવશે નહી. વધુમાં જણાવ્યુ કે, કેશોદ તુવેર ખરીદી કૌભાંડથી રાજ્ય સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે. પુરવઠા અધિકારીઓને તપાસનાં આદેશ આપ્યા છે. જે કેસોદ યાર્ડની સંપૂર્ણ તપાસ હાથ ધરશે. મગફળી બાદ તુવેરમાં થયેલા કૌભાંડમાં જો યોગ્ય તપાસ કરવામાં આવશે તો ઘણા નામો ખુલવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આ કૌભાંડમાં મોટા નેતાઓ, અધિકારીઓ તથા કર્મચારીઓનાં નામ ખુલે તેવી પૂરી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.

આ સમગ્ર કૌભાંડમાં જવાબદાર યાર્ડનાં ખરીદી ઇન્ચાર્જ, બે મજુર મુકાદમ, બે ખેડૂત અને માણેકવાડા કિશાનસંઘનાં પ્રમુખ સહિત કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, ગુજરાત સરકારે તાજેતરમાં ઘઉં, કપાસ, મગફળી, અડદ, રાયડા, તુવેર, મગની ટેકાનાં ભાવે ખરીદી શરૂ કરી હતી. કેશોદ માર્કેટીંગ યાર્ડમા પુરવઠા નિગમની હાજરીમાં તુવેરની ખરીદી કરવામાં આવી હતી. જે પૈકી ઘણોખરો તુવેરનો જથ્થો જેતપુર ખાતાનાં વેર હાઉસમાં મોકલવામાં આવ્યો હતો. જ્યા તપાસ દરમિયાન ઓંછી ગુણવત્તાવાળી તુવેરનો જથ્થો જણાતા સૌરાષ્ટ્ર ઝોનનાં પુરવઠા અધિકારીએ તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ હતુ.

તુવેર કૌભાંડ મામલે ખરીદ ઇન્ચાર્જ જે બી દેસાઇ. કેલેક્ષ કંપની ગ્રેડર ફૈઝલ શબીર મુગલ, ગોડાઉન મજુર જયેશ લક્ષ્મણભાઇ ભારતી, જુનાગઢનાં હિતેષ હરજી મકવાણા, ભરત પરસોત્તમ વઘાસિયા દાત્રાણા, જીજ્ઞેસ બોરિચા હાંડલા અને કાનાભાઇ વિરડા માણેકવાડા મળી સાત આરોપીઓને હાલ પોલીસનાં હવાલે કરવામાં આવ્યા છે.

તાજેતરમાં કેશોદ તાલુકા ભારતીય કિશન સંઘે તુવેર કૌભાંડને લઇને મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે તુવેર કૌભાંડમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમા એક આરોપી કાનાભાઇ વિરડાને કિશાન સંઘનો બતાવવામાં આવ્યો છે જે તદ્દન માહિતી ખોટી છે, આ કિશાન સંઘને બદનામ કરવાનું ષડયંત્ર છે.