ધાર્મિક/ શું સિક્કાથી વધી શકે છે બરકત, હાં.. અજમાવો આ ઉપાય

જીવનમાં ઘણી વાર એવું પણ બનતું હોય છે કે માણસ ગમે તેટલું કમાય છતાંય તેના ખીસા હમેશા ખાલી જ હોય છે. તમે જેટલું કમાવ છો તેટલું જ ખર્ચ પણ થઇ જાય છે તો સમજી લો તમારા ઘરમાં બરકત રહેતી નથી.

Dharma & Bhakti

જીવનમાં ઘણી વાર એવું પણ બનતું હોય છે કે માણસ ગમે તેટલું કમાય છતાંય તેના ખીસા હમેશા ખાલી જ હોય છે. તમે જેટલું કમાવ છો તેટલું જ ખર્ચ પણ થઇ જાય છે તો સમજી લો તમારા ઘરમાં બરકત રહેતી નથી. એટલે કે, તમે જેટલું કમાઇ લાવો છો તેમાંથી કંઇ જ બચતું નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા બની રહી છે તો નીચે પ્રમાણે ઉપાય અજમાવી શકો છો.

10-rupee coins are still refused by many | Deccan Herald

ઉપાયઃ-

બુધવારે કોઇપણ સમયે જ્યારે કોઇ કિન્નર જોવા મળે તો તેને પોતાની શક્તિ મુજબ થોડાં રૂપિયા ભેટ કરવાં. સંભવ હોય તો તેને ભોજન પણ કરાવવું. ત્યાર પછી તે કિન્નર પાસેથી તમારે એક સિક્કો પાછો માંગી લેવો (તમારા દ્વારા આપેલ રૂપિયામાંથી નહીં પરંતુ કિન્નર પાસેથી તેના રૂપિયામાંથી એક સિક્કો માંગવો). આ સિક્કાને તમારે તમારા ગલ્લામાં, કેશ બોક્સ અથવા ધન સ્થાન પર રાખી દેવું. તમે જોઇ શકશો કે, થોડા જ દિવસોમાં તમારી સેવિંગ વધી જશે અને સાથે જ, તમારી ઇનકમ પણ વધી જશે.