ગુજરાત/ રાજ્યમાં આજથી સ્કુલવાન ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર, વાલીઓની વધી ચિંતા

રાજ્યમાં આજથી અનેક સ્થાનો પર સ્કુલવાન ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. રાજકોટ, સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં સ્કુલવાન ચાલકોની હડતાળને સારો પ્રતિસાદ મળ્યો છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 18T150132.186 રાજ્યમાં આજથી સ્કુલવાન ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર, વાલીઓની વધી ચિંતા

રાજ્યમાં આજથી અનેક સ્થાનો પર સ્કુલવાન ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. રાજકોટ, સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં સ્કુલવાન ચાલકોની હડતાળને સારો પ્રતિસાદ મળ્યો છે. સ્કૂલ વાન એસોસિયન દ્વારા અનેક માંગોને લઇ હડતાળનું શસ્ત્ર ઉગાવામાં આવ્યું. સ્કુલવાન અને રીક્ષાને લઈને RTOના કડક વલણને લઈને એસોસિયન દ્વારા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો. આરટીઓ અને ટ્રાફિક વિભાગની કામગીરીને લઈ આજે વેન ચાલકો હડતાળ પર ઉતર્યા છે. સ્કુલવાન ચાલકોનું કહેવું છે કે પ્રશાસન દ્વારા અચાનક નિર્ણય લેવામાં આવ્યો. તેમને સમય આપવામાં આવ્યો નથી. તેમની માંગ છે કે RTOના કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવે તેમજ બદલાયેલ નિયમ મુજબ તેમની ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા સમય આપવામાં આવે.

સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો આજથી હડતાળ પર ઉતરતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. પ્રશાસન અને સ્કુલવાનચાલકોની લડાઈમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા છે. અસોક્કસ મુદતની હડતાળથી ખાસકરીને નોકરીયાત વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્કૂલ વાન એસોસિયન દ્વારા હડતાળના એલાનમાં રાજ્યભરના વધુ વાન ચાલકો જોડાયા છે. સ્કુલવાન ચાલકોની હડતાળને લઈને વાલીઓએ પણ પ્રશાસનને નરમ વલણ અપનાવવા રજૂઆત કરી છે. રોષે ભરાયેલા વાલીઓનું કહેવું છે કે વાન ના ભાડામાં રૂ 200 નો વધારો કરાયો હોવા છતાં છતાં વેન ચાલકો પોતાની મનમાની કરતા હડતાળમાં જોડાયા છે. અચોક્સ મુદતની હડતાળ પર ઉતરેલ સ્કુલવાન અને રીક્ષા ચાલકોની માંગ શું સરકાર પૂર્ણ કરશે? સરકાર અને સ્કુલવાનના સંઘર્ષ વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓ પીસાયા છે.

રાજ્યમાં સ્કુલ વાન ચાલક હડતાળ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સ્કુલ વાન અને RTO વિભાગનો આ મામલો છે અને બહુ જલદી આ સમસ્યાનો ઉકેલ આવશે. વાલીઓને ખાનગી વાનને લઇ સમસ્યા હતી જેને લઈને આરટીઓએ આ કામગીરી હાથ ધરી હતી. સ્કુલવાનમાં વધુ પડતી ક્ષમતા તેમજ તેમના લાઈસન્સને લઈને જેવી બાબતો પર ધ્યાન અપાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

 આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર