Sabarkantha News : સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રીઓની સુરક્ષાને લઈને કરાયેલા જાહેરનામા વચ્ચે ગંભીર અકસ્માત (Himmatnagar Accident) ની ઘટના સામે આવી છે. સ્કોર્પિયો કાર પ્રતિબંધિત માર્ગમાં ઘૂસી જતા નાના ચેખલા સહિતના પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કુલ 12 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ત્રણ પદયાત્રીઓને ગંભીર ઈજા પહોંચી છે.
સ્કોર્પિયોએ પદયાત્રીઓને ટક્કર મારી
દોલગઢ પાટિયા નજીક ફોરલેન હાઈવે પરથી પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલી કારે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં કેટલા લોકોને ગંભીર ઈજા થઈ છે અને તેમની હાલની સ્થિતિ શું છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અકસ્માન બાદ કારચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ઘટનાસ્થળે હાજર લોકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ કારને રોકી લેતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી
અકસ્માન બાદ ઉશ્કેરાયેલા ટોળાએ સ્કોર્પિયો પર ગુસ્સો ઉતાર્યો હતો અને કારને આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કાર સળગાવવાની ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
SP સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી, ગ્રામ્ય પોલીસ, બી ડિવિઝન પોલીસ અને LCBનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે સ્થળ પર બંદોબસ્ત ગોઠવ્યો હતો. બીજી તરફ આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સળગતી કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
ફોરલેન હાઈવે પર વાહનોની સ્પીડને લઈને સવાલ
સ્થાનિકોના જણાવ્યા મુજબ ફોરલેન હાઈવે પર પદયાત્રીઓ માટે જાહેરનામું કરવામાં આવ્યું હોવા છતાં કેટલાક વાહનચાલકો બેફામ ગતિએ વાહનો હંકારી રહ્યા છે. જેના કારણે પદયાત્રીઓની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતના કારણો, કારચાલકની ઓળખ અને અકસ્માત બાદ કાર સળગાવનાર લોકો અંગે તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રીઓની સુરક્ષાને લઈને કરાયેલા જાહેરનામા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સ્કોર્પિયો કાર પ્રતિબંધિત માર્ગમાં ઘૂસી જતા નાના ચેખલા સહિતના પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કુલ 12 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ત્રણ પદયાત્રીઓને ગંભીર ઈજા પહોંચી છે.
પદયાત્રીઓની લેનમાં ઘૂસી સ્કોર્પિયોએ અકસ્માત સર્જ્યો
મળતી માહિતી મુજબ સ્કોર્પિયો કાર પ્રતિબંધિત માર્ગમાં ઘૂસી ગઈ હતી. પદયાત્રીઓ માટે અલગ લેન નક્કી કરવામાં આવી હોવા છતાં કાર પદયાત્રીઓની લેનમાં પ્રવેશી ગઈ હતી. આ દરમિયાન કારની અડફેટે આવતા અનેક પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
નાના ચેખલાના 6 અને પંચમહાલના 5 પદયાત્રી ઘાયલ
અકસ્માતમાં સાબરકાંઠાના નાના ચેખલાના છ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત પંચમહાલના પાંચ પદયાત્રીઓને પણ ઈજા પહોંચી છે. જ્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉકેડીના મુવાડાના એક પદયાત્રીને પણ અકસ્માતમાં ઈજા થઈ છે.
ત્રણ પદયાત્રીઓની હાલત ગંભીર
અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ પદયાત્રીઓને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ પદયાત્રીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:મુંબઈમાં બે મોટા અકસ્માતથી ખળભળાટ, BMW દુર્ઘટનામાં 3નાં મોત
આ પણ વાંચો:અમદાવાદના વટામણ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે 8 પશુનાં મોત
