adani group shares/ અમેરિકામાં અદાણી ગ્રૂપની કંપનીઓ પર રેગ્યુલેટરની સ્ક્રુટિની, આ કારણે તમામ શેર લાલ નિશાનમાં છે!

ન્યૂયોર્ક બ્રુકલિનની યુએસ એટર્ની ઓફિસ અદાણી ગ્રુપના મોટા શેરધારકોની પૂછપરછ કરી રહી છે. અમેરિકામાં અદાણીના રોકાણકારોની આ પૂછપરછની સીધી અસર ગ્રૂપના શેર પર પડી છે.

Top Stories Business

અમેરિકાએ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધારી છે. અદાણીના શેરમાં ફરી એકવાર હિંડનબર્ગનું ભૂત ધૂણ્યું છે. હિંડનબર્ગ રિપોર્ટને 5 મહિના થઈ ગયા છે. અને હવે અમેરિકામાં અદાણીના મોટા રોકાણકારોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક બ્રુકલિનની યુએસ એટર્ની ઓફિસ અદાણી ગ્રુપના મોટા શેરધારકોની પૂછપરછ કરી રહી છે. અમેરિકામાં અદાણીના રોકાણકારોની આ પૂછપરછની સીધી અસર ગ્રૂપના શેર પર પડી છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે અદાણી ગ્રુપના તમામ શેર લાલ નિશાન પર બંધ થયા હતા. આવો જાણીએ આજે ​​અદાણીના શેરની શું હાલત હતી.

અદાણી એન્ટરપ્રાઇઝ

અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર શુક્રવારે 6.79 ટકા અથવા રૂ. 162.80 ઘટીને રૂ. 2233.10 પર બંધ થયો હતો. તેના કારણે કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 2,54,573.65 કરોડ થયું છે.

અદાણી પોર્ટ

શુક્રવારે અદાણી પોર્ટનો શેર 4.16 ટકા અથવા રૂ. 31.05 ઘટીને રૂ. 714.45 પર બંધ થયો હતો.

અદાણી પાવર

અદાણી પાવરનો શેર શુક્રવારે 5.61 ટકા અથવા રૂ. 14.40 ઘટીને રૂ. 242.40 પર બંધ થયો હતો.

અદાણી ટ્રાન્સમિશન

અદાણી ટ્રાન્સમિશનનો શેર શુક્રવારે 6.38 ટકા અથવા રૂ. 51.35 ઘટીને રૂ. 753.50 પર બંધ થયો હતો.

અદાણી ગ્રીન

અદાણી ગ્રીનનો શેર શુક્રવારે 1.50 ટકા અથવા રૂ. 14.65 ઘટીને રૂ. 959.50 પર બંધ થયો હતો.

અદાણી ટોટલ

અદાણી ટોટલનો શેર શુક્રવારે 3.21 ટકા અથવા રૂ. 21.05 ઘટીને રૂ. 634.05 પર બંધ થયો હતો.

અદાણી વિલ્મર

અદાણી વિલ્મરનો શેર શુક્રવારે 3.42 ટકા અથવા રૂ. 14.30 ઘટીને રૂ. 404.05 પર બંધ થયો હતો.

NDTV

શુક્રવારે NDTVનો શેર 3.46 ટકા અથવા રૂ. 7.70 ઘટીને રૂ. 214.95 પર બંધ થયો હતો.

ICC લિમિટેડ

ICC લિમિટેડનો શેર શુક્રવારે 3.15 ટકા અથવા રૂ. 57.65 ઘટીને રૂ. 1773.80 પર બંધ થયો હતો.

અંબુજા સિમેન્ટ

અંબુજા સિમેન્ટનો શેર શુક્રવારે 4.19 ટકા અથવા રૂ. 18.65 ઘટીને રૂ. 426.20 પર બંધ થયો હતો.

આ પણ વાંચો:સ્ટોક માર્કેટમાં તેજીને બ્રેક, સેન્સેક્સ 248 પોઇન્ટ ઘટ્યો

આ પણ વાંચો:ફિચે 2023-24 માટે ભારતના જીડીપી અનુમાનને વધારીને 6.3% કર્યો, જાણો શું કહે છે આંકડા

આ પણ વાંચો:PM મોદીને મળ્યા બાદ અમેરિકાના અર્થશાસ્ત્રીએ કહ્યું-“ભારત વિશ્વને બતાવી શકે છે કે તે…..

આ પણ વાંચો:શેરબજાર ઐતિહાસિક ઊંચાઈએઃ BSE સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ બનાવ્યો ઓલટાઇમ હાઈ