Not Set/ રાજ્યસભાના નાયબ નેતા તરીકે મુખ્તાર અબ્બાસ નકવીની પસંદગી

મુખ્તાર અબ્બાસ નકવીને સંસદીય રાજકારણનો લાંબો અનુભવ છે. તેમણે પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં સંસદીય કાર્ય માં મંત્રી તરીકે પણ કામ કર્યું છે. તેથી જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે

Top Stories
mukhatar રાજ્યસભાના નાયબ નેતા તરીકે મુખ્તાર અબ્બાસ નકવીની પસંદગી

કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભામાં નાયબ નેતાની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની માહિતી સોમવારે પાર્ટી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્તાર અબ્બાસ નકવીને સંસદીય રાજકારણનો લાંબો અનુભવ છે. તેમણે પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં સંસદીય કાર્ય માં મંત્રી તરીકે પણ કામ કર્યું છે. તેથી જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્તાર અબ્બાસ નકવી તમામ પક્ષોના નેતાઓ સાથેના સારા સંબંધો માટે જાણીતા છે. તેમને આ જવાબદારી એવા સમયે આપવામાં આવી છે જ્યારે સંસદમાં સરકાર ખેડૂત આંદોલન, પેગાસસ જાસૂસી કેસ સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષના ઉગ્ર વિરોધનો સામનો કરી રહી છે.

તાજેતરમાં રાજ્યસભાના નેતા પિયુષ ગોયલને આ જવાબદારી મળી હોવાથી એક મોટો બદલાવ આવ્યો છે. હમણાં સુધી તેઓ રાજ્યસભામાં નાયબ નેતા તરીકે કામ સંભાળી રહ્યા હતા. પરંતુ હવે તેમને રાજ્યસભાના નેતા બનાવ્યા બાદ તેમની જગ્યાએ મુખ્તાર અબ્બાસ નકવી લાવવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન થાવરચંદ ગેહલોતની જગ્યાએ રાજ્યસભાના નેતા તરીકે પિયુષ ગોયલની નિમણૂક કરવામાં આવી છે. થાવરચંદ ગેહલોતને મોદી સરકારના મંત્રીમંડળમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને હવે તેમને કર્ણાટકના રાજ્યપાલ તરીકે જવાબદારી મળી ગઈ છે.

ભાજપ દ્વારા ગૃહના નેતા અને રાજ્યસભામાં ગૃહના નાયબ નેતા, બંનેને બદલવામાં આવ્યા છે. પીયૂષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી સંસદમાં કોઈપણ મુદ્દે બોલવાની તૈયારી માટે જાણીતા છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સરકારને નિશ્ચિતપણે ગૃહમાં રાખવા માટે પિયુષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવીને નેતા અને નાયબ નેતાની જવાબદારી સોંપવામાં આવી છે.