Gandhinagar News/ VGRC માં નાણામંત્રી કનુ દેસાઇના અધ્યક્ષસ્થાને આર્થિક માસ્ટર પ્લાન અંગે સેમિનાર યોજાયો…

આ માસ્ટર પ્લાન થકી ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે, નવા રોકાણકારો આવશે અને લોકોનું જીવન ધોરણ પણ સુધરશે ઉપરાંત, વડાપ્રધાનનું વર્ષ 2047માં…

Gujarat Gandhinagar

Gandhinagar News: વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત ખાતે નાણામંત્રી કનુ દેસાઇ (Kanu Desai)ના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાતના આર્થિક વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલા આર્થિક માસ્ટર પ્લાન અંગે સેમિનાર યોજાયો હતો.

ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે

નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે, નવા રોકાણકારો આવશે અને લોકોનું જીવન ધોરણ પણ સુધરશે.

ઉત્તર ગુજરાતના મહેસાણા (Mehsana)ની ખેરવા ખાતે ગણપત યુનિવર્સિટીના પરિસરમાં આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)ના બીજા દિવસે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાતના આર્થિક વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલા આર્થિક માસ્ટર પ્લાન (Economic Master Plan) અંગે સેમિનાર તેમજ પેનલ ડિસ્કશન આયોજન કરવામાં આવ્યું હતુ.

રાજ્યની અર્થવ્યવસ્થાને 3.5 ટ્રિલિયન ડૉલરથી વધુ સુધી પહોંચાડવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય

આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ માસ્ટર પ્લાન ગુજરાતના 33 જિલ્લામાં સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને વર્તમાન 280 બિલિયન ડૉલર (નાણાકીય વર્ષ 2023) ના કદથી વધારીને 3.5 ટ્રિલિયન ડૉલરથી વધુ સુધી પહોંચાડવાના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને સિદ્ધ કરવાનો રોડમેપ છે, જેમાં ઉત્તર ગુજરાતની પણ મહત્ત્વની ભૂમિકા રહેવાની છે.

વડાપ્રધાનના વર્ષ 2047માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં માસ્ટર પ્લાન ખૂબ ઉપયોગી

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ માસ્ટર પ્લાન થકી ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે, નવા રોકાણકારો આવશે અને લોકોનું જીવન ધોરણ પણ સુધરશે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)નું વર્ષ 2047 માં વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન જોયું છે, એમાં આ માસ્ટર પ્લાન ખુબ ઉપયોગી સાબિત થશે.

GRITના એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન તેમજ સીઈઓ એસ. અપર્ણાએ કહ્યું કે, ગુજરાતના ઐતિહાસિક અને આર્થિક દ્રષ્ટિકોણથી મહત્ત્વના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયા છે. આ પ્રદેશોમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કોસ્ટલ સૌરાષ્ટ્ર અને સુરતનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે રાજ્યના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે તૈયાર કરાયેલા પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન (રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન) નું અનાવરણ કરવામાં આવ્યું હતુ.

ઉત્તર ગુજરાતમાં 12 મિલિયન નવી રોજગારીની તકો પણ ઊભી થશે

ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાન અંગે વાત કરતા તેમણે કહ્યું કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ગુજરાતને આવરી લઈને તૈયાર કરવામાં આવેલો આ માસ્ટર પ્લાનમાં અંદાજિત રૂપિયા 23 થી 24 લાખ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. આ રોકાણમાં રૂપિયા સવા પાંચ લાખ કરોડનું રાજ્ય સરકાર તરફથી મૂડીરોકાણ કરવામાં આવશે, જ્યારે અન્ય મૂડીરોકાણ ખાનગી કંપનીઓ, સંસ્થાઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલમાંથી લાવવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં આ પ્લાન થકી 12 મિલિયન નવી રોજગારીની તકો પણ ઊભી થશે.

આમ, આ પ્લાન થકી ઉત્તર ગુજરાતના આર્થિક પ્રગતિને વેગ મળશે. આ ઉપરાંત મૂડી રોકાણ માટેના અનેક અવસરો પ્રાપ્ત થશે, રોજગારીની તકો ઊભી થશે અને ક્વોલિટી લાઈફ પણ સુધરશે એમ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે નીતિ આયોગના પ્રિન્સિપલ ઇકોનોમી એડવાઈઝર અન્ના રોયે ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને લઈને તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાનની સહારાના કરી હતી તેમજ રાજ્ય સરકાર તેમજ GRITના કાર્યોની પ્રશંસા કરીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ પ્રસંગે સેક્રેટરી પ્લાનિંગ આગ્રા અગ્રવાલ તેમજ GRITના શ્રુતિ ચરણ, ઉદ્યોગપતિઓ તેમજ રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક વૃદ્ધિનો લાભ યુવાનોને મળે તે સુનિશ્ચિત કરવા માટે, દરેક પ્રદેશમાં ઉદ્યોગના સહયોગથી રિજનલ સ્કિલિંગ સેન્ટર્સ અને સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (ગ્રીન સ્કિલ્સ, બ્લુ ઇકોનોમી, લોજિસ્ટિક્સ, AI એકેડેમી વગેરે) સ્થાપિત કરાશે. આ યોજનાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યના યુવાનો માટે અંદાજિત 280 લાખ નવા રોજગારીના અવસરો ઉપલબ્ધ થશે. આમ, આ પ્રાદેશિક માસ્ટર પ્લાન્સ દરેક ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને અનુરૂપ, ફ્યુચરિસ્ટિક સેક્ટરને લક્ષ્ય બનાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ઉત્તર ગુજરાતનું આયોજન કરાશે…

આ પણ વાંચો:VGRC – મહેસાણા ખાતે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલ ડિસ્કશનનું આયોજન…

આ પણ વાંચો:રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ (VGRC)…9 મી ઓક્ટોબરે મહેસાણાથી શુભારંભ…

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ઉત્તર ગુજરાતનું આયોજન કરાશે…

આ પણ વાંચો:VGRC – મહેસાણા ખાતે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલ ડિસ્કશનનું આયોજન…

આ પણ વાંચો:રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ (VGRC)…9 મી ઓક્ટોબરે મહેસાણાથી શુભારંભ…