- અમદાવાદ: તાજ હોટેલમાંથી જુગારીઓ ઝડપાયા
- સિંધુભવન રોડ પરની તાજ હોટલમાંથી ઝડપાયા
- PCBની ટીમે તાજ હોટલમાં દરોડા પાડયા
- અનેક મોટામાથાઓ ઝડપાયાની માહિતી
- પોલીસે 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
અમદાવાદની 5 સ્ટાર તાજ હોટલમાંથી જુગારીઓ ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. જણાવીએ કે, PCBની ટીમે તાજ હોટલમાં દરોડા પાડયા હતા જેમાં જુગારીઓ ઝડપાયા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ઝડપાયેલા જુગારીઓમાં મોટા માથાના લોકોનો સમાવેશ હોવાનું પણ કેહવામાં આવી રહ્યું છે. ચોક્કસ માહિતી બાદ PCBની ટીમે તાજ હોટલમાં દરોડા પડ્યા હતા. આ જુગારીઓ સાથે પોલીસે 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝ પર જુગારીઓના નામ
જણાવી દઈએ કે, તાજ હોટલનો માલિક કૈલાસ ગોયેન્કા જુગાર રમતા ઝડપાયો સાથે સાથે કનુ અંબાલાલ પટેલ, પ્રદિપ રામા પટેલ ,ભરત મણીલાલ પટેલ, જગદીશ દેસાઇ,અજીત શાંતિલાલ શાહ,સંકલ્પ ગ્રુપ સાથે જોડાયેલા અજીત ગોયેન્કા ઝડપાયા છે.

અમદાવાદ પોલીસે સિંધુ ભવન રોડ પર આવેલ તાજ હોટેલ ના રૂમ નંબર 721 માં થી 10 જુગારીઓ ને જુગાર રમતા ઝડપી પાડયા છે પકડાયેલ 10 જુગારી અમદાવાદ શહેર ના બિલ્ડરો અને ઉદ્યોગપતિ હોવાનું તપાસના સામે આવ્યું છે. અચાનક પોલીસે હોટલમાં પ્રવેશીને તપાસ કરી. હોટલના એક વૈભવી રૂમમાં આ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટામાથાઓ ઠાઠથી જુગાર રમતા હતા. પોલીસે આ જુગારીઓની રંગેહાથે ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે તપાસમાં સામે આવ્યું હતું કે એક અઠવાડિયાથી વૈભવી હોટલમાં રૂમો રાખીને જુગાર રમતા હતા. જેમાં પકડાયેલા આ 10 જુગારીઓમાંથી એકનું નામ કૈલાશ ગોયેન્કા છે તે સંકલ્પ ગ્રુપના માલિક છે. તો અન્ય શખ્સો પણ બિઝમેન છે.પૂછપરછમાં સામે આવ્યું કે જે રોકડ ઝડપાઈ તેનાથી જ શખ્સો જુગાર રમતા હતા. હાલ તમામને જામીન આપીને મુક્ત કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ચૈતર વસાવાની ચેલેન્જને ભાજપના સાંસદે સ્વીકારી, કહ્યું, હું રાજપીપળા આવીશ
આ પણ વાંચો:IASના દાદા-દાદીએ કર્યો આપઘાત, 30 કરોડની સંપત્તિ હોવા છતાં ન આપતો હતો જમવાનું…
આ પણ વાંચો:પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ બંધ થવાના આરે? જાણો શા માટે દેશ છોડવા મજબૂર બન્યા પાયલોટ્સ
આ પણ વાંચો:વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ, ભગવાન રામની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ
