Not Set/ કાવતરાખોર લખવી સહિત સાત આતંકવાદીઓ ઝડપાયા,પરંતુ કોઈ કાર્યવાહી ન થઇ

પાકિસ્તાને લશ્કરના એક ઠેકાણા પર પણ દરોડા પાડ્યા હતા. તેમાં પકડાયેલા 7 લોકોમાંથી એક ઝકીઉર રહેમાન લખવી હતો પરંતુ પાકિસ્તાન તેમના પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું અને તેને છોડી મૂકવામાં આવ્યો.

Top Stories World
lakhavi કાવતરાખોર લખવી સહિત સાત આતંકવાદીઓ ઝડપાયા,પરંતુ કોઈ કાર્યવાહી ન થઇ

26/11ના મુંબઈ હુમલામાં ષડયંત્ર કરનાર પાકિસ્તાનનો ચહેરો  એકવાર સામે આવ્યો છે. ગુપ્તચર એજન્સી ISIના અધિકારીઓની સલાહ પર મુંબઈ હુમલાના ગુનેગારો ફરી એકવાર પાકિસ્તાનમાં ધરપકડથી બચી ગયા છે. તાજેતરમાં જ પાકિસ્તાને લશ્કરના એક ઠેકાણા પર પણ દરોડા પાડ્યા હતા. તેમાં પકડાયેલા 7 લોકોમાંથી એક ઝકીઉર રહેમાન લખવી હતો પરંતુ પાકિસ્તાન તેમના પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું અને તેને છોડી મૂકવામાં આવ્યો.

ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સિક્યોરિટીએ આ સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આવા દરોડા સામાન્ય રીતે દુર્લભ છે કારણ કે લશ્કર એક એવું સંગઠન છે જેને પાકિસ્તાની સેના ‘ગુડ ટેરરિસ્ટ’ કહી રહી છે. એટલે કે આવા આતંકવાદીઓ જે તેના હિતમાં કામ કરે છે. પોલીસે આ સંગઠનના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા અને લગભગ સાત લોકોની ધરપકડ કરી હતી, પરંતુ 7 નવેમ્બરના રોજ તેમને કોર્ટના આદેશ પર છોડી દેવામાં આવ્યા હતા.

તેમાંથી એક ઝકીઉર રહેમાન લખવી હતો જેને 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. આ દરોડામાં લખવી ઉપરાંત પ્રોફેસર મલિક ઝફર ઈકબાલ, નસરુલ્લાહ, સમીઉલ્લાહ, યાહ્યા મુજાહિદ, હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી અને ઉમર બહાદુરની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેને છોડી મુકવામાં આવ્યો હતો. મક્કી સિવાય, પાંચ આતંકવાદીઓને નવ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલમાં સર્જિયો રેસ્ટેલીના બ્લોગ અનુસાર, પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર પાસે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારોને જડમૂળથી ઉખેડવાની સુવર્ણ તક હતી પરંતુ તે નિષ્ફળ રહી. 26/11ના કાવતરામાં સામેલ લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયનું દબાણ હતું. પરંતુ પાકિસ્તાન તેનો અમલ કરવામાં પણ નિષ્ફળ રહ્યું.