Ahmedabad SG Highway Dumper Chase: Sarkhej-Gandhinagar Highway પર બુધવારે ધોળેદિવસે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. બેફામ ઝડપે દોડતા એક ડમ્પરે મહિલા કારચાલકને ટક્કર માર્યા બાદ રસ્તા પર ભાગમભાગ મચાવી દીધી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
Ahmedabad : મહિલા કારચાલકને ટક્કર મારી ભાગ્યો
મળતી માહિતી મુજબ, જગતપુર ચાર રસ્તા નજીક એક ડમ્પર ચાલકે મહિલા કારચાલકના વાહનને ટક્કર મારી હતી. અકસ્માત બાદ લોકો ભેગા થતાં ડમ્પર ચાલકે સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો.

લોકોથી બચવા ડિવાઈડર કૂદાવ્યું
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડમ્પર ચાલકે ઝડપથી વાહન દોડાવતાં એસજી હાઈવે પર અનેક વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ભાગવાનો પ્રયાસ કરતી વખતે ડમ્પર ડિવાઈડર પાર કરીને બીજી તરફ દોડી ગયું હતું, જેના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસને પણ હાથ બતાવ્યો છતાં ગાડી ન રોકી
ઘટનાના વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક લોકો અને વાહનચાલકો ડમ્પરનો પીછો કરી રહ્યા છે. આ દરમિયાન પોલીસે પણ ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક રોકાયા વગર આગળ નીકળી ગયો હતો. અંતે ડમ્પર ચાલક એક સાઇટ વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. SG Highway Traffic Police દ્વારા આરોપી ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાએ શહેરમાં બેફામ વાહનચાલન અને માર્ગ સુરક્ષા અંગે ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો:બાઈક સ્ટંટ ખોટો થતા બને મિત્ર જમીન પર પટકાયા, વિડીયો થયો વાયરલ
આ પણ વાંચો:હેલ્મેટ વગર બાઈક પર સ્ટંટ કરવો પડ્યો ભારે…માંડ માંડ જીવ બચ્યો
આ પણ વાંચો:વિલ્સન હિલ રોડ ઉપર બાઈકર્સનો આતંક, જાહેર રસ્તા પર કર્યા જોખમી સ્ટંટ કર્યા
