- SGST ના રાજ્ય વ્યાપી દરોડા
- હિંમતનગરમાં SGGST ના દરોડા
- વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં SGSTના દરોડા
- સહકારી જીન ચાર રસ્તા પાસે છે એકેડમી
- 9 ટીમ હિંમતનગર શહેરની ટ્યુશન ક્લાસિસમાં દરોડા
- બે દિવસ સુધી SGST ટીમ કરશે તપાસ
- તપાસ કર્યા બાદ સંચાલક સામે કરાશે કાર્યવાહી
ગુજરાતમાં દરોડાના સિલસિલો યથાવત રીતે ચાલુ છે, એસજીએસટીએ હિમતનગરમાં દરોડા પાડ્યા છે,જેના લીધે વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે,હિમતનગરમાં આજે જીએસટીના દરોડા પડ્યા હતા, આ દરોડા સહકારી જીન ચાર રસ્તા પાસે આવેલી વર્લ્ડ ઇન બોકસ એકેડમીમાં દરોડા પાડ્યા છે.આ દરોડા માટે 9 ટીમ તૈયાર કરવામાં આવી હતી અને તમામ ટીમે દરોડા પાડ્યા હતા, આ દરોડાની તપાસ સતત બે દિવસ સુધી ચાલશે,સઘન તપાસ થયા બાદ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે, હાલ હિમતનગરના વેપારીઓમાં ભારે દહેશત જોવા મળી રહી છે. રાજ્યના અનેક સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
