Gandhinagar News: રાજ્યમાં SGSTએ ફરી એકવાર દરોડા પાડ્યા છે. SGSTએ રાજ્યમાં કોપરના વેપારીઓ પર દરોડા પાડ્યા છે. SGST દ્વારા 6 શહેરોમાં 14 પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં કરચોરી ઝડપાઈ છે.
રાજ્યના સુરત, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, વાપી, ભાવનગરમાં એસજીએસટીની અલગ-અલગ ટીમોએ દરોડા પાડીને કુલ રૂ. 48 કરોડની કરચોરીનો પર્દાફાશ કર્યો છે. આ તપાસમાં કુલ 48 કરોડ રૂપિયાની કરચોરી બહાર આવી છે.
આ સાથે સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવતી ચાર નકલી કંપનીઓ પણ ઝડપાઈ છે. ત્યારે 19.49 કરોડની કરચોરીમાં સંડોવાયેલા ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના સંદીપ અનવર વિરાણીની પણ ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો છે રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધવામાં આવ્યો છે. રાજ્યની GST આવકમાં 18 ટકાનો વધારો થયો છે. આ વિગતો થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવી હતી. ઓક્ટોબર 2024માં GSTની કુલ આવક રૂ. 6,146 કરોડ હતી. જે ગયા વર્ષના ઓક્ટોબરની આવક કરતાં 18 ટકા વધુ છે.
ઓક્ટોબર 2024માં રાજ્યની GST આવક રૂ. 6,146 કરોડ હતી અને ઓક્ટોબર 2024માં રાષ્ટ્રીય સ્તરે આવક વૃદ્ધિ 9 ટકા હતી. રાજ્યએ ઓક્ટોબર 2024માં વેટ હેઠળ રૂ. 2,584 કરોડ, વીજળી ડ્યુટી હેઠળ રૂ. 986 કરોડ અને વેપાર કર હેઠળ રૂ. 28 કરોડની આવક નોંધાવી છે. રાજ્યના કર વિભાગે જીએસટી, વેટ, વીજળી ડ્યુટી અને વેપાર કર દ્વારા કુલ રૂ. 9,744 કરોડની આવક મેળવી છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 7 મહિનામાં રાજ્યના ટેક્સ વિભાગે GST, VAT, વીજળી ડ્યૂટી અને વેપાર કર દ્વારા કુલ 67,981 કરોડ રૂપિયાની આવક મેળવી છે.
આ પણ વાંચો: હિંમતનગરમાં SGGST ના દરોડા,બે દિવસ સુધી સતત ચાલશે તપાસ
આ પણ વાંચો: ભાવનગરમાંથી કરોડોની જીએસટી ચોરી ઝડપાઈ
આ પણ વાંચો: આઇસક્રીમ અને જ્યુસ પાર્લરોને ત્યાં તવાઈ, બે કરોડની કરચોરી પકડાઈ
